ગીરસોમનાથઃ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે તેઓને એક તરફરથી નિષ્ફળ સીઝનનો પાક વિમો નથી મળી રહ્યો બીજી તરફ તેઓને સરકાર દ્વારા ગભરાયા વગર ખેતી કરવા કહેવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નીચી ગઈ છે અને સરકાર દ્વારા સહાય ન મળે તો ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે.
જ્યારે ખેડૂતોને જંતુનાશક દવાઓ, મશીનરી, તેમજ બીજની દુકાનો ખુલી હોય તો જ ખેડૂત ખેતી શરૂ કરી શકે તેના વગર આજના સમયમાં ખેતી શક્ય નથી. ત્યારે લોકડાઉનના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત સીઝનની આર્થિક પરિસ્થિતિ ઉપર લોકડાઉનની બેરોજગારી ખેડૂતોને અનહદ ભીંસમાં લઈ રહી છે. ત્યારે પોતાના બાવળાના જોરે ધાન્ય ઉગાવીને આખા જગતની ભૂખ ભાંગતો ખેડૂતો અત્યારે કહી રહ્યો છે કે અમારા ઘરમાં ખાવા ધાન નથી વધ્યા. જો આમ જ લોકડાઉન ચાલ્યું તો નાના ખેડૂતોને બે ટંકનો રોટલો મળવો પણ ચોક્કસથી મુશ્કેલ બનશે.
![લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6715867_387_6715867_1586357409413.png)
![લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6715867_681_6715867_1586357478872.png)