ગીર સોમનાથઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે આવા સમયે વર્ષ 2016 થી સતત ચર્ચામાં અને વિરોધમાં રહેલો ઇકો ઝોનનો (Gir Forest eco zone) કાયદો ફરી એક વખત સામે આવી રહ્યો છે. વર્ષ 2016માં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગીરના જંગલ નજીક આવેલા ગામોમાં (Villages of Gir area )ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આજ દિન સુધી ઇકો સેન્સેટીવ ઝોનની અમલવારી કે તેના પ્રારૂપને લઈને હજુ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર કોઇ અંતિમ નિર્ણય સુધી પહોંચી નથી. જેના વિરોધમાં આજે તાલાલા ખાતે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઇ બારડની (MLA Bhagwanbhai Barad) આગેવાનીમાં ગીર વિસ્તારના ગામલોકો ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓની હાજરીમાં વિરોધ રેલીનું આયોજન થયું હતું. તાકીદે ઇકો સેન્સિટિવ ઝોન જેવો કાળો કાયદો તાકીદે દૂર કરવામાં આવે તેવી આવેદનપત્ર (Memorandum to Mamlatdar Talala ) આપી માગણી કરવામાં આવી હતી.
ઇકો સેન્સિટિવ ઝોન બન્યું છે ગળાનું હાડકુંઃ ઇકો સેન્સિટિવ ઝોનથી (Gir Forest eco zone) ગીર વિસ્તારના ગામો (Villages of Gir area )અને ખેતરોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે તે પ્રકારની જાહેર હિતની અરજી વડી અદાલતમાં દાખલ કરવામાં આવી હતી આ અરજી દાખલ થયા બાદ રાજ્યની વડી અદાલતે સરકારને સમગ્ર કાયદાના અમલવારી અને તેના પ્રારૂપને લઈને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર કાયદો વર્ષ 2016 ની સ્થિતિએ આજે પણ જોવા મળે છે. ત્યારે આ કાયદાને રાજ્યની સરકાર રદ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડાંગમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા અંગે BTS દ્વારા કલેક્ટરને રજૂઆત
બંધારણીય જોગવાઇ આવી છેઃ બીજી તરફ બંધારણીય જોગવાઇ મુજબ કોઈ પણ કાયદો બનાવ્યા બાદ 455 દિવસ કે તેથી વધુ સમય સુધી પડતર રહે તો તે આપોઆપ રદ થતો હોય છે અને ત્યાર બાદ થયેલી જાહેરહિતની અરજી પણ કોર્ટમાંથી બાદ થતી હોય છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ફરીથી એક વખત ગીર વિસ્તારના ગામોને ઇકો સેન્સિટિવ ઝોન (Gir Forest eco zone) દાયરામાંથી બહાર લાવે તેવી માંગ આજે ખેડૂતો અને ગામલોકો દ્વારા સ્થાનિક ધારાસભ્યની (MLA Bhagwanbhai Barad) હાજરીમાં મામલતદાર (Memorandum to Mamlatdar Talala )તાલાલાને કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નર્મદાના 121 ગામમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડશે અસર
ગામ તળની જમીન સેટલમેન્ટના ગામોને લઈને ભારોભાર અસંતોષઃ કાયદામાં સૂચિત જોગવાઈઓ મુજબ ગીર જંગલ વિસ્તારના 10 કિલોમીટરમાં આવતા ખેતરો અને ગામોને (Villages of Gir area )કોઈપણ પ્રકારના વિકાસના કામો કરવા પર પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યા હતાં. જે આ કાયદાની સૌથી મોટી વિરોધ ઉપજાવે તેવી જોગવાઈને લઇને ખેડૂતોને ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વધુમાં ગીર વિસ્તારમાં આવેલા 16 જેટલા ગામ તળને વધારો કરવાની માંગ પણ થઇ રહી છે ત્યારે મહેસૂલ વિભાગે (Department of Revenue) ગીરગઢડા નજીક 68 હેકટર જમીન વન વિભાગને (Junagadh Forest Department ) હવાલે કરી છે. તેના બદલામાં વન વિભાગે ગીર વિસ્તારની જમીન રેવન્યુ વિભાગને હસ્તાંતરિત કરવાની હોય છે. પરંતુ આ કામગીરી વન વિભાગ તરફથી કરવામાં આવી નથી.
ત્રણ માગોને લઈને ફરી આકરો થયો મિજાજઃ વન વિભાગની દલીલ મુજબ ગીર વિસ્તારના ગામોમાં (Villages of Gir area )જે જમીન મહેસૂલ વિભાગને (Department of Revenue) હસ્તાંતરિત કરવામાં આવે તેના પર હક અને હિસ્સો વન વિભાગનો (Junagadh Forest Department ) રહેશે. આ જોગવાઈને લઈને પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુમાં ગીર વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં પણ કોઈપણ કામ કરતા પૂર્વે વનવિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. વનવિભાગ મંજૂરી ન આપે તો કોઈ પણ કામ થઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં ઇકો સેન્સિટિવ ઝોન (Gir Forest eco zone) ગામ તળની જમીન અને સેટલમેન્ટના ગામોને વન વિભાગમાંથી દૂર કરવા આ ત્રણ માગોને લઈને ફરી એક વખત વર્ષ 2016 બાદ આંદોલનના મંડાણ થયા છે.