ગીર સોમનાથ:સમગ્ર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાઇરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતેથી કોરોના વાઇરસના વધુ 4 દર્દીઓ સ્વસ્થ્ય થતા તેઓને રજા આપવામાં આવી હતી. કોડીનાર તાલુકાના 1 અને ઉના તાલુકાના 3 દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અગાઉ વેરાવળ માંથી કોરોના વાઇરસના પ્રથમ વખત ૩ ત્યારબાદ બીજી વખત 9 અને સોમનાથ ખાતેથી ત્રીજી વખત વધુ 4 દર્દીઓ સ્વસ્થ્ય થતા રજા આપતા જિલ્લામાંથી કુલ 16 દર્દીઓને રજા આપવામાં આવી છે.
કોડીનાર તાલુકાના મોરવડ ગામના 55 વર્ષીય મહિલા, ઉના તાલુકાના સોનારી ગામના 21 વર્ષીય યુવતી, વાવરડા ગામના 40 વર્ષીય પુરૂષ અને 16 વર્ષની કિશોરીને કોરોના વાઇરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોના વાઇરસ પોઝિટુવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ હતા. તેઓ સ્વસ્થ થતા કોરોના વાઇરસના કોઈપણ લક્ષણો ન જણાતા આરોગ્ય કર્મચારીઓએ અભિનંદન પાઠવી રજા આપી હતી.
ડૉક્ટર્સે તમામ દર્દીઓને માસ્ક પહેરવા અને તેનો ઉપયોગ કરી નિકાલ કરવા, સામાજીક અંતર રાખવા અને આરોગ્યની સંભાળ કેવી રીતે રાખવી તે માટે જાણકારી આપી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. કોરોના વાઇરસમાંથી મુક્ત થતા દર્દીઓએ ડૉકટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના તેમના પરિવારના તંદુરસ્ત આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
ગીરસોમનાથના 4 વ્યક્તિ કોરોના વાઈરસમાંથી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા - girsomnath corona news
ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. કોડીનાર તાલુકાના 1 અને ઉના તાલુકાના 3 દર્દીઓને કોવીડ કેરસેન્ટર લીલાવતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે દર્દીઓએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ડૉકટર અને તેમના પરિવારના તંદુરસ્ત આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
![ગીરસોમનાથના 4 વ્યક્તિ કોરોના વાઈરસમાંથી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા ગીરસોમનાથના 4 વ્યક્તિ કોરોના વાઈરસમાંથી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7308856-875-7308856-1590159509674.jpg?imwidth=3840)