ગીર સોમનાથઃ વેરાવળમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેસર લોક ફિસ કંપનીમાં ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ મધરાત્રે ચોરીની ઘટના બની હતી. જેમાં કંપનીના ઊપરના માળે આવેલી ઓફીસમાં 4 ઈસમો ઘુસ્યા હતા. તેઓ તેમની સોથે લોખંડ કટર, બે પ્રકારના સ્પ્રે અને તેજાબની બોટલ આવ્યા હતા. તિજોરી કાપવાના કટર લોક ન ખુલતા આખી તિજોરી ઊઠાવી ગયા હતા.
આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી આધારે પોલીસે તપાસ કરતા વેરાવળની જૂની સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા અને અગાઉ આજ કંપનીમા નોકરી કરી ચુકેલા હાજી કેશરીયા, અસ્લમ સૈયદ, આફતાબ પટ્ટણી અને સજાદ બેલીમને બે બાઈક, કટર મશીન, હથોડી, સ્પ્રે, મોબાઈલ, તિજોરી અને રૂપિયા 4.10 લાખ રોકડા સહિત કુલ મળીને 5 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી લીધા છે. આ કેસની તપાસ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાંચ દ્રારા કરવામાં આવી હતી.
આ બનાવમાં મુખ્યત્વે શોર્ટકટમાં પૈસા બનાવવા માટે ચારેય આરોપીઓએ ચોરી કરવાની પ્રાથમિક કબૂલાત કરી છે, પોલીસ આરોપીઓની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી છે કે, કેમ તે બાબતે તપાસ કરી રહી છે.