ETV Bharat / state

Fire Walk in Holi 2023 : કોડીનારના દેદાની દેવડી ગામમાં અંગારા હોળીનું મહાત્મ્ય - પરંપરા

કોડીનારના દેદાની દેવડીમાં હોળી નિમિત્તે અંગારા પર ચાલવાની પરંપરા આજ પણ પાલન થતું જોવા મળે છે. 50 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે 54 લોકોએ અંગારા પર ચાલવાની પરંપરાને આગળ વધારી હતી.

Fire Walk in Holi 2023 : કોડીનારના દેદાની દેવડી ગામમાં અંગારા હોળીનું મહાત્મ્ય

author img

By

Published : Mar 7, 2023, 8:20 PM IST

આ પરંપરામાં આ વર્ષે 54 લોકોએ અંગારા પર ચાલવાની પરંપરાને આગળ વધારી

ગીર સોમનાથ : સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામમાં પ્રાચીન પરંપરા મુજબ અંગારા હોળીનું વિશેષ મહત્વ જોવા મળે છે. હોળીના દિવસે વહેલી સવારે ચાર વાગ્યા બાદ હોળીમાંથી દેતવાને બહાર કાઢીને તેના પર 25 વર્ષ કરતાં વધુ ઉંમરના પુરુષોએ ચાલવાની વિશેષ પરંપરા જોવા મળે છે. દેતવા પર ચાલવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાને કારણે પણ અંગારા હોળીનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે.

દેદાની દેવડી ગામમાં અંગારા હોળીનું મહત્વ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામમાં હોળીના દિવસે અંગારા હોળીનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. રાત્રિના સમયે હોળીને પ્રગટાવ્યા બાદ વહેલી સવારે ચાર વાગ્યે હોળીના દેતવા પરથી ગામના 25 વર્ષથી વધુ વયના તમામ પુરુષોએ ચાલવાની ધાર્મિક પરંપરા આજે પણ જોવા મળે છે. હોળીના દેતવા પર ચાલવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે અને સાથે સાથે આરોગ્ય માટે પણ તે ખૂબ જ અક્સિર હોવાનુ માનવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath Holi 2023 : પક્ષીઓની ચણ માટે બોરવાવ ગામમાં આયોજિત થાય છે અનેરો કાર્યક્રમ

50 વર્ષથી પરંપરા : જેથી હોળીને પ્રગટાવ્યા બાદ બીજે દિવસે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં હોળીના દેતવા પર ચાલવાની વિશેષ પરંપરા આજે 50 વર્ષ બાદ પણ જળવાયેલી જોવા મળે છે. વહેલી સવારે ગામના યુવાનો દ્વારા હોળીમાંથી દેતવા અલગ પાડવામાં આવે છે અને તેને હોળીને સમાંતર રાખીને તેના પર ચાલવાની વિશેષ પરંપરા આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે.

અત્યાર સુધીના ઇતિહાસમાં હોળીના દેતવા પર ચાલવાથી કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યો નથી

વર્ષોની પરંપરા આજે પણ યથાવત : પાછલા અનેક વર્ષોથી દેદાની દેવડી ગામમાં હોળીના અંગારા પર યુવાનો અને પુરુષોએ જે ચાલવાની ધાર્મિક પરંપરા શરૂ કરાઈ હતી તે આજે વર્ષો બાદ પણ જોવા મળે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં હોળીના દેતવા પર ચાલવાથી કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યો નથી. જેનો ધાર્મિક પુરાવો આજે ગામના લોકો દેતવા પર ચાલીને સ્વયંમ આપી રહ્યા છે. હોળીના દેતવા પર ચાલવાનું અત્યાર સુધી ક્યારેય ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. જે યુવાનો અને વૃદ્ધ પોતાની ઈચ્છા અને શક્તિથી દેતવા પર ચાલવા માંગતા હોય તેવા તમામ લોકોને દેતવા પર ચાલવાની મંજૂરી આપવામાં આવે છે. આ વર્ષે ગામના 37 જેટલા વડીલો અને 17 યુવાનો મળીને કુલ 54 જેટલા પુરુષોએ હોળીના દેતવા પર ખુલ્લા પગે ચાલીને હોલિકા માતાની કૃપા અને તેમના આશીર્વાદ સદાય તેમના પરિવાર પર જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.

આ પણ વાંચો Holi Festival 2023: આવનારું વર્ષ સારું રહેશે, હોળીની જ્વાળા જોઈ દેશી આગાહીકારોનો વર્તારો

હોળીમાં મૂકવામાં આવે છે કુંભ : હોળી બનાવતી વખતે તેમાં કુંભ મુકવામાં આવે છે જેમાં કાચા ધાન્ય તરીકે ઘઉં ચણા મગ તેમજ અન્ય કઠોળ રાખવામાં આવે છે. તેની પાછળનું પણ ધાર્મિક કારણ આજે પણ જોવા મળે છે. હોળી શાંત થયા બાદ કુંભમાં રાખેલા અનાજ હોળીની અગ્નિથી જેટલું બફાય છે તેના પરથી આવનારું વર્ષ ધન અને ધાન્ય માટે કેટલું સારું રહેશે તેનો પણ વર્તારો કાઢવામાં આવે છે. તે મુજબ આવનારુ વર્ષ 10 આની જેટલું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું દેદાની દેવડી ગામ પરિવારના આરોગ્ય અને સુખાકારી માટે હોળીના દેતવા પર ચાલવાની સાથે કુંભમાં રાખેલા અનાજ પરથી વર્ષનો વર્તારો પણ ગામના વયોવૃધ્ધ લોકો કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.