- ઉનાના વાસોજ ગામે સિંહોના આંટા ફેરા
- રાત્રીના સમયે સિંહો ગામમાં ઘુસી જતા લોકોના જીવ તાળવે ચોટયા
- લોકોએ હાકલા, પડકારા કરી સિંહોને ગામ બહાર ખદેડયા
- વાંસોજમાં રાતના 11 ક્લાકે ગામમાં સિંહ આવ્યા હતા
ગીર સોમનાથ : ઉનાના વાંસોજ નજીક આવેલા અહેમદપુર માંડવી જંગલ વિસ્તાર તેમજ બાજુમાં દરિયાને જોડતી ખાડી કહેવાતા વિસ્તારમાં અવાર-નવાર જંગલી જાનવરો જોવા મળે છે. જેથી અહેમદપુર માંડવી રોડ તરફથી એક સાથે ચાર સિંહો ગામની અંદર ઘુસી જતા લોકોમાં ભય પણ ફેલાયો હતો.
આ પણ વાંચોઃ ગીરમાં જંગલ સફારી શરૂ થતા સિંહો વ્યાકુળ બન્યા હોવાનો વન્ય જીવ પ્રેમીઓનો દાવો
લોકો સિંહોનો આવાજ સાંભળી જાગી ગયા હતા
ગામમાં સિંહો શિકાર કરે તે પહેલાં આજુબાજુમાં રહેણાંક કરતા લોકો સિંહોનો આવાજ સાંભળી જાગી ગયા હતા. દૂર રહી હાકલા-પડકાર કરતા એક સિંહ ગામની સીમમાં તો બીજો સિંહ ખાડી તરફ અને બીજા બે સિંહ અન્ય રહેણાંક વિસ્તારોમાંથી ઓલવાણ તરફ ખાડી વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. સિંહ ગામમાંથી ચાલ્યા જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.