ETV Bharat / state

ગીરની પ્રખ્‍યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્‍ટ્રી, તાલાલા મેંગો યાર્ડમાં પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોકસ આવ્યા - કેરી બોક્સ

ગીરનું હિર એવી પ્રખ્‍યાત કેસર કેરીની વિધિવત બજારમાં એન્ટ્રી થઇ ગઇ છે. ગીરના પાટનગર તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 5થી 7 હજાર કેરીના બોકસની આવક થઇ અને પ્રતિ 10 કીલોના એક બોકસના રૂપિયા 400થી 700 સુધીનો ભાવ રહ્યો હતો. જયારે કોરોનાના કહેરની કેસર કેરીને માઠી અસર વર્તાતી હોય તેમ યાર્ડમાં જિલ્લા બહારના વેપારીઓની ખરીદી માટે પાંખી હાજરી જોવા મળી હતી.

ગીરની પ્રખ્‍યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્‍ટ્રી

author img

By

Published : May 5, 2021, 9:07 AM IST

  • પ્રથમ દિવસે હરરાજીમાં 10 કીલોના પ્રતિ એક બોકસના રૂપિયા 400થી 700 સુધીના ભાવો બોલાયા
  • હરાજીના પ્રથમ રાઉન્ડમાં ગાયોના ફાળા માટે 10 કિલો કેરીના બોકસની બોલી લગાવાઈ હતી
  • હાલના સમય સંજોગોને લીધે બહાર શહેરોમાં કેસર કેરી મોકલી વેંચાણ કરવું મુશ્કેલ હોવાથી ખેડૂતો ચિંતા વ્‍યકત કરી રહ્યા છે

ગીર-સોમનાથઃ દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી ગીર પંથકની કેસર કેરીની આખરે માર્કેટમાં શાનદાર એન્ટ્રી થઇ ચૂકી છે. ગીર પંથકના પાટનગર ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેસર કેરીની હરાજી શરૂ થતા માર્કેટ ધમધમતું થયું છે.

ગીરની પ્રખ્‍યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્‍ટ્રી
ગીરની પ્રખ્‍યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્‍ટ્રી

આ પણ વાંચોઃ કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા

પ્રથમ દિવસે 7 હજાર જેટલા કેરીના બોકસની હરાજીમાં આવક થઈ છે

માર્કેટમાં વર્ષોથી વેપાર કરતા કેરીના વેપારી કાળુભાઇ બોરીચાના જણાવ્‍યા મુજબ, ગીરની કેસર કેરીની હરાજીના પ્રથમ રાઉન્ડમાં ગાયોના ફાળા માટે 10 કિલો કેરીના બોકસની બોલી લગાવાઈ હતી. પ્રથમ દિવસે 7 હજાર જેટલા કેરીના બોકસની હરાજીમાં આવક થઈ છે. જેમાં કાચી કેસર કેરીના 10 કિલોના બોલકના રૂપિયા 400થી 700 ભાવ આકવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે કેસર કેરીને અનુકુળ વાતાવરણ ન મળ્યુ હોવાથી પાકનું 40ટકા ઓછું ઉત્પાદન થયું છે

કેરી પકવતા બાગાયતી ખેડૂત સંજય અકબરીએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના કહેરે કેસર કેરી પકાવતા બાગાયતી ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગયા વર્ષે પણ કેસર કેરીમાં ખરાબ વાતાવરણ અને કોરોનાના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે કેસર કેરીને અનુકુળ વાતાવરણ ન મળ્યુ હોવાથી કેસર કેરીના પાકનું 40ટકા ઓછું ઉત્પાદન થયું છે અને એમાં પણ કોરોનાનો કહેર એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવમાં કેરીનો નીકાલ થાય તેવી સરકાર પાસે માગણી કરાઇ છે. કેરીના પ્રતિ 10 કીલો બોકસના રૂપિયા 400થી 700ના ભાવ ખેડૂતોને મળવા જોઈએ.

આ પણ વાંચોઃ છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

કોરોના મહામારી વચ્ચે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્‍યારે તાલાલા મેંગો માર્કેટના ચેરમેન સંજય શીંગાળાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી વકરેલી પરિસ્‍થ‍િતિના પગલે માર્કેટમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે. પરંતુ આવનારા દિવસોમાં કેસર કેરી પકવતા ખેડૂતોને નુક્સાન ન જાય તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ છુટછાટ આપવાની હૈયાધારણા આપવામાં આવી છે.

કેસર કેરી બહારના શહેરમાં વેંચાણ અર્થે જાય તો જ ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે

ગીરની કેસર કેરી મોટાભાગે બહાર અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં વેંચાણ અર્થે જાય તો જ ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે. પરંતુ હાલના સમય સંજોગોને લીધે બહાર શહેરોમાં કેસર કેરી મોકલી વેંચાણ કરવું મુશ્કેલ હોવાથી ખેડૂતો ચિંતા વ્‍યકત કરી રહ્યા છે. જે અંગે કંઇ રસ્‍તો કાઢવા વિચારણા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.