થોડા સમયમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે વેરાવળ નગરપાલિકા વેપારીઓ અને બિલ્ડરોને નારાજ કરવા માંગતી નથી. ત્યારે સૌરાષ્ટ્રની જૂની કેહવતની જેમ 'માસ્ટર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં' તેમ નગરપાલિકા ન તો વિકાસાત્મક કાર્ય કરી રહી છે કે ન તો આવી તલવારની ધાર સમાન જર્જરિત ઇમારતોને તોડી પાડવા કામ કરી રહી છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે, નગરપાલિકા કોઇ માણસને હાનિ પહોંચે તે પહેલા આ બિલ્ડીંગોનો યોગ્ય નિકાલ કરે છે કે કેમ...