ETV Bharat / state

ગીર સોમનાથમાં રવિ પાકની તત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માંગણી - ટેકાના ભાવે ખરીદી

રવિ પાક ઘઉંની 60 ટકા લણણી ખેડૂતોએ કરી નાખેલી છે. આગામી એક સપ્તાહમાં સંપૂર્ણ લણણી પૂરી થઇ જશે, તેમ છતાં જિલ્લા પૂરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલી ન હોવાથી સમગ્ર જિલ્‍લામાં તાકીદે ખરીદી કેન્‍દ્રો શરૂ કરવા ખેડૂત સમાજે મુખ્યપ્રધાન સહિતનાને લેખિત રજૂઆત કરી માંગણી કરી હતી.

ગીર સોમનાથમાં રવિ પાકની તાકીદે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માંગણી

author img

By

Published : Feb 19, 2021, 8:43 PM IST

  • ગીર સોમનાથમાં રવિ પાકની તત્કાલિકધોરણે ટેકાના ભાવે ખરીદી શરૂ કરો
  • ખેડૂત સમાજે મુખ્‍યપ્રધાન સહિતનાને લેખિતમાં કરી રજૂઆત
  • જિલ્‍લાના ખેડૂતોની સ્‍થ‍િતિ કફોડી, સત્‍વરે ખરીદી શરૂ થાય તો ખેડૂત વર્ગને રાહત

ગીર સોમનાથ : રવિ પાક ઘઉંની 60 ટકા લણણી ખેડૂતોએ કરી નાખેલી છે. આગામી એક સપ્તાહમાં સંપૂર્ણ લણણી પૂરી થઇ જવાની હોવા છતાં જિલ્લા પૂરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલી ન હોવાથી સમગ્ર જિલ્‍લામાં તત્કાલિકધોરણે ખરીદી કેન્‍દ્રો શરૂ કરવા ખેડૂત સમાજે મુખ્યપ્રધાન સહિતનાને લેખિત રજૂઆત કરી માંગણી કરી હતી.

ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ પ્રતિ મણ 395

ગુજરાત ખેડૂત સમાજના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભગવાન સોલંકી અને ઉપપ્રમુખ જયેશ કછોટ દ્વારા રાજ્યના પ્રધાનમુખ્યને રજૂઆત કરી જણાવવામાં આવેલું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ પ્રતિ મણ 395 જાહેર કરવામાં આવેલા છે. આગામી એક સપ્તાહમાં 100 ટકા લણણી પૂરી થઇ જશે, પરંતુ જિલ્લાના પૂરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલા નથી. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલી ન હોવાથી પરિસ્થિતિના લીધે જિલ્લાભરના ખેડૂતો પ્રતિ ખાંડી 1,200થી 1,300ની નુકસાની વેઠી ખુલ્લી બજારના વેપારીઓને મહેનત પસીનાથી ઉત્પાદન કરેલા ઘઉં પ્રતિ મણ 300થી 320માં વેચી રહ્યા છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનીય

ગત વર્ષ અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખરીફ પાક સો ટકા નિષ્ફળ ગયો હતો. તેમના આર્થિક મારથી ખેડૂતોનું ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. આજે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનિય છે. ત્યારે ખેડૂતોની પાસે કોઇ આર્થિક બચત રહી નથી અને રવિ પાકને લણવામાં ઉભો થનાર ખર્ચને પહોંચી વળવા અને ઘઉં ઉત્પાદનમાં થયેલ ખર્ચનું ચુકવણું કરવાની સગવડ પણ ખેડૂતો પાસે નથી તેવી પરિસ્થિતિમાં લાંબા દિવસો સુધી ઉત્પાદન થયેલા રવિ પાક ઘઉંને ઘરમાં સંગ્રહ કરી રાખવું જિલ્લાના ખેડૂતો માટે શક્ય નથી. જેથી ઉચ્ચ કક્ષાએથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરીને જિલ્લા અને તાલુકા લેવલે ખરીદ કેન્દ્રો તાકીદે શરૂ કરવા વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.