ETV Bharat / state

Cyclone Biparjoy: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપરજોય ચક્રવાતનો ખતરો મંડરાયો, NDRFની એક ટીમ ગીર સોમનાથ પહોંચી - બિપરજોય ચક્રવાત

પાકિસ્તાની જળસીમામાં સર્જિત થયેલું બિપરજોય ચક્રવાત હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર ખૂબ જ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. પાછલા 48 કલાક દરમિયાન વાવાઝોડાએ બદલેલા તેના માર્ગને લઈને હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો વધુ પ્રબળ બની રહ્યો છે.

Cyclone Biparjoy
Cyclone Biparjoy
author img

By

Published : Jun 11, 2023, 5:19 PM IST

Updated : Jun 11, 2023, 8:40 PM IST

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર સંકટ

ગીર સોમનાથ: ચક્રવાત બિપરજોયનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે. 48 કલાક દરમિયાન પોતાની દિશા બદલીને કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ ફંટાઈ રહ્યું છે. બે દિવસ પૂર્વે ચક્રવાત ઓમાન તરફ ફંટાઈ જશે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ હતી. આજે 48 કલાક બાદ બિપરજોય જોઈ ચક્રવાત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર ત્રાટકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

NDRFની ટીમ ગીર સોમનાથ પહોંચી: ભારતીય હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સંભવિત વાવાઝોડાને લઈને નવી આગાહી અને ચેતવણીઓ જાહેર કરી છે તે મુજબ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર ખૂબ મોટું સંકટ ચક્રવાત ઊભું કરી શકે છે. સંભવિત શક્યતાઓ મુજબ જો વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર ટકરાશે તો તેની થોડે ઘણે અંશે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અસર થઈ શકે છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાવચેતીના પગલાંરૂપે NDRFની 25 સભ્યોની એક ટીમ ગીર સોમનાથ પહોંચી ગઈ છે.

તકેદારીના પગલાંઓ: સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે રાજ્ય સરકારે પ્રભારીમંત્રી તરીકે પરષોત્તમ સોલંકીની નિમણૂક કરી છે. જેઓ આગામી ચાર દિવસ સુધી ગીરસોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉપસ્થિત રહીને સંભવિત વાવાઝોડા અને ત્યારબાદની સ્થિતિનું નિરીક્ષણ કરીને જિલ્લાના અધિકારી અને રાજ્ય સરકારને તેમનો પ્રગતિ અહેવાલ રજૂ કરશે.

સંભવિત નુકસાનને ટાળવાના પ્રયાસો: વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકશે તેવું આજના દિવસે હવામાન વિભાગનું અનુમાન છે. તેને ધ્યાને રાખીને સરકારે પણ પ્રભારી પ્રધાનને ગીર સોમનાથ જિલ્લા વડા મથકે મોકલી આપ્યા છે. જે વાવાઝોડા બાદ અને તે પૂર્વેની તમામ પરિસ્થિતિ પર નજર રાખીને અધિકારી અને સરકાર સાથે સંકલન કરીને સંભવિત નુકસાનને ટાળી શકાય તે માટે પ્રયાસો કરશે.

વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા કોડીનાર માઢવડ મૂળ દ્વારકા સહિત નાના-મોટા તમામ બંદરો અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જે અરબી સમુદ્રમાં વાવાઝોડાની હાજરીનું સૂચન કરે છે. વર્તમાન સમયમાં વાવાઝોડાનું સ્પષ્ટ સંદેશો દરિયાના મોજા પરથી કાઢી શકાય તેમ નથી. પરંતુ જે રીતે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે તે જોતા એવું સ્પષ્ટ કહી શકાય કે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે આ વાવાઝોડું ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

  1. Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
  2. Cyclone Biporjoy: ચક્રવાત બિપરજોય કચ્છના જખૌ તરફ ફંટાયું, કંડલા બંદરે 4 નંબરનું સિગ્નલ, વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
  3. Cyclone Biparjoy: તૌકતે વાવાઝોડા બાદ ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધજા ફરકાવાઈ
  4. Massive Cyclone Video: દરિયામાં ચક્રવાતના સર્જનનો વિડિયો, આકાશમાંથી પાઈપ નાખી હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા સામે

Last Updated : Jun 11, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.