ગીરસોમનાથઃ કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે અને સામાજીક અંતર રાખવુ આવશ્યક છે. કોરોના સંક્રમણને અટકાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્રારા પહેલ શરૂ કરી લોકોને કોરોના ટેસ્ટનું પરીક્ષણ કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. જેને પગલે ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ 28 માર્ચના રોજ નોંધાયો હતો. જિલ્લામાં એન્ટીજન ટેસ્ટ 31,257 અને આર.ટી.પીસી.આર.16,790 સહિત કુલ 48,047 શંકાસ્પદ લોકોના કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં 22 સપ્ટેમ્બર સુધી 1339 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લામાં હાલમાં 24 સપ્ટેમ્બરની સાંજના 6 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો કુલ 117 એક્ટિવ કેસ છે. જેમાં વેરાવળ તાલુકા-1, વેરાવળ શહેર-13, કોડીનાર તાલુકા -24, ગીરગઢડા-9, ઉના તાલુકા -8, ઉના શહેર-20, સુત્રાપાડા-19, તાલાળા-18 અને અન્ય જિલ્લાના-5 કેસ સામેલ છે.