- કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
- ખેડુતોને 100 ટકા વળતર આપવાની માગ કરી
- PHCની પણ લીધી મુલાકાત
ગીર-સોમનાથ : ગત સપ્તાહે આવેલાા તૌતકે વાવાઝોડાએ ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તારને પારવાર નુક્સાન પહોંચાડ્યું હતુ. વાવાઝોડાને કારણે ખેડુતોના ઉભા પાક વહી ગયા હતા અને ખેડુતોને મોટા પ્રમાણમાં નુક્સાન થયુ હતુ. આ બાબતનો તાગ મેળવવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા અન્ય નેતાઓ સાથે ગામડે પહોચ્યા હતા.
ખેડુતોના નુક્સાનનો મેળવ્યો તાગ
ખેતીમાં થયેલા નુક્સાનનો સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે તેવા આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ હજુ આ બાબતે કોઈ પગલા નથી લેવાયા. તેથી સર્વે વ્હેલી તકે કરાવવા આવે અને ખેડૂતોને નુકશાનીનું વળતર 100 ટકા મળી રહે તેવી માગ કરી હતી, તેમજ માચ્છીમારોને થયેલ ફીશીંગ બોટોની નુકશાની અંગે પ્રદેશ પ્રમુખએ ધારાસભ્ય, કોંગ્રેસના કાર્યકરો સાથે રહી બંદરની મુલાકાત લીધેલ હતી અને બોટોમાં થયેલ નુકશાનીનો તાગ મેળવ્યો હતો. માછીમારોને પણ તેમની નુક્સાનનુ વળતર મળે તે અંગે માગ કરી હતી.
આ પણ વાંચો : વલસાડ દરિયા કિનારેથી મુંબઈમાં બાર્જ પરથી ગુમ થયેલા કુલ 7 ક્રુમેમ્બરના મૃતદેહ મળી આવ્યા
PHCની લીધી મુલાકાત
અમિત ચાવડાઅ વેરાવળ તાલુકાનાં પ્ંડવા ગામે PHCની પણ મુલાકાત લીધી હતી. આ PHC સેન્ટર આજુબાજુના 14 ગામોના લોકોને ઉપયોગી થાય છે. આ PHC સેન્ટરની હાલત અતિ જર્જરીત છે અને તેના રૂમો સહીતની સુવિધાનો અભાવ છે. હાલ કોરોનાની મહામારીના કારણે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી નજીકના દવાખાને કે વેરાવળ સરકારી દવાખાને લોકો જાય છે જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.