ETV Bharat / state

ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર, એક નરેન્દ્ર મોદી અને બીજું પેજ પ્રમુખઃ સી.આર.પાટીલ - ગુજરાત ભાજપ

ગીર સોમનાથના કોડીનાર ખાતે સભા સંબોઘી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટી પાસે બે બ્રહ્માસ્ત્ર છે, એક નરેન્દ્ર મોદીનું નામ અને બીજુ પેજ પ્રમુખ છે. ગીર પંથકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે કાંટે કી ટકકરના માહોલ વચ્‍ચે સી. આર. પાટીલે સભા સંબોઘી ભાજપ તરફી માહોલ ઉભો કરવા પ્રયાસ કર્યો હોવાનું રાજકીય તજજ્ઞો જણાવી રહ્યા છે.

જાહેરસભાને સંબોઘતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ

author img

By

Published : Feb 26, 2021, 11:08 AM IST

Updated : Feb 26, 2021, 1:42 PM IST

  • પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ગીર સોમનાથમાં
  • કોંગ્રેસના રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા અને જમીન વેચતાઃ પાટીલ
  • ગીર સોમનાથમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
  • સરદારનું સ્ટેચ્યૂ જોવા કોંગ્રેસીઓ નથી આવતા, તેમને મેડમ અને પપ્‍પુનો ડર લાગે
  • ઉમેદવારોને પાટીલે કહ્યુ, 'કાર્યકર્તાઓની મહેનત, મતદારોના મત અને કમળના કારણે જીતો છો'

ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનારમાં સવારે 11 વાગ્‍યે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આવી પહોંચતા સ્‍થાનિક ભાજપે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પ્રથમ કોડીનારના પ્રવેશદ્વારથી બાઇક રેલી શરૂ થઇ જુદા જુદા રાજમાર્ગો પર ફરી શહેરમાં જાહેરસભાના સ્‍થળ એવા છારા ઝાપાએ પહોંચી પુર્ણ થઇ હતી. આ બાઇક રેલી થકી પ્રદેશ પ્રમુખ પાટીલનું સ્‍વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ જાહેરસભાને સંબોઘતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાજપ અને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સરકારે કરેલા વિકાસના કામોને લઇ મત માંગતા ક્હ્યું હતું કે, ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર છે જેમાં એક નરેન્દ્ર મોદીનું નામ અને બીજું પેજ પ્રમુખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને કારણે પક્ષના નેતા કે કાર્યકર્તાઓએ કરેલી નાની મોટી ભૂલો લોકો ભૂલી જાય છે.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ગીર સોમનાથમાં સભા

વડાપ્રધાન મોદી આવ્યા બાદ ભાજપ સક્ષમ બન્યું

વડાપ્રધાન મોદી આવ્યા બાદ ભાજપ સક્ષમ બન્યું છે અને અયોઘ્‍યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. હવે દેશમાં આવતા વિદેશીઓ તાજમહેલ નહીં પણ સરદારનું સ્ટેચ્યુ જોવા આવી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસીઓ નથી આવતા કારણ કે તેમને મેડમ અને પપ્‍પુનો ડર લાગે છે.

કોંગ્રેસના રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા અને જમીન વહેંચતાઃ પાટીલ

ખેડૂતોના મુદ્દે બોલ્યા પાટીલ

સભામાં ખેડુતોના મુદ્દે પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસના રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા અને જમીન વેચતા હતા. જયારે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ 6 હજાર જમા કરાવી રહી છે. ખેડુતોને હવે વીમો ભરવાની પણ ચિંતા નથી કે રાત્રે જાગવાની પણ ચિંતા નથી. કારણ કે ભાજપ સરકારે દિવસે વિજળી આપવાનું શરૂ કરી ખેડૂતોના રાત ઉજાગરા દૂર કર્યા છે. જયારે પાટીલે ઉમેદવારોને લઇને કહ્યું હતું કે તમે તમારા કામના કારણે કે કોઈ કુનેહના કારણે જીતતા નથી પરંતુ કાર્યકર્તાઓની મહેનત, મતદારોના મત અને કમળના કારણે જીતો છો.

ગીર સોમનાથમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના આંતરિક અસંતોષને ખાળવા કવાયત

અત્રે નોંઘનીય છે કે એક તરફ ચૂંટણી જંગમાં ગીર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. તો બીજી તરફ ભાજપ પક્ષમાંથી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જે પૈકીના મોટાભાગના ઉમેદવારોને ટિકિટ ન મળી હોવાથી તથા પક્ષના નવા નિયમોના કારણે અમુક નેતા-કાર્યકરો અસંતુષ્ટ છે. જે ભાજપને કાપે અથવા કપાવે તેવી આંશકા સેવાઇ રહી છે. જે સ્‍થ‍િતિને ખાળવા અને ભાજપ તરફી માહોલ કરવાના ભાગરૂપે પાટીલ જિલ્લાના કોડીનાર પ્રવાસે આવ્‍યા હોવાની જાણકારોમાં ચર્ચા ચાલી રહી છે.

ભાજપ પાસે પો બ્રહ્માસ્ત્ર, એક નરેન્દ્ર મોદી અને બીજું પેજ પ્રમુખઃ ગીર સોમનાથમાં સી. આર. પાટીલ

Last Updated : Feb 26, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.