ETV Bharat / state

ગીર સોમનાથમાં ભારત વિકાસ પરિષદે હોમ ક્વોરન્ટાઈન પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી

author img

By

Published : Apr 21, 2021, 12:07 PM IST

Updated : Apr 21, 2021, 2:53 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હોમ ક્વોરન્ટાઈન લોકોની સંખ્યા પણ વધી છે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા પરિવારજનો માટે ભારત વિકાસ પરિષદે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરી છે. આ સંસ્થાના લોકો જરૂરિયાત મુજબ કોરોનાના દર્દીઓના ઘરે જઈને ભોજન પહોંચાડી રહ્યા છે.

ગીર સોમનાથમાં ભારત વિકાસ પરિષદે હોમ ક્વોરન્ટાઈન પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી
ગીર સોમનાથમાં ભારત વિકાસ પરિષદે હોમ ક્વોરન્ટાઈન પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી
  • ગીર સોમનાથમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઈ
  • ભારત વિકાસ પરિષદ હોમ ક્વોરન્ટાઈન પરિવારજનોને પહોંચાડે છે ભોજન
  • રિક્ષા મારફતે જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવાની કરાઈ છે વ્યવસ્થા

ગીર સોમનાથઃ વર્તમાન મહામારીમાં જે લોક હોમ ક્વોરન્ટાઈન છે તેવા લોકો ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભોજન પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે ભારત વિકાસ પરિષદ સંસ્થાએ. આ સંસ્થા દરેક આવા પરિવારજનોના ઘરે જઈને નિઃશુલ્ક ટિફિન આપી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં મહિલા કોર્પોરેટર પરિવાર સાથે મળી કોવિડ સેન્ટરમાં 16 કલાક કરે છે દર્દીઓની સેવા

ભારત વિકાસ પરિષદ હોમ ક્વોરન્ટાઈન પરિવારજનોને પહોંચાડે છે ભોજન

હોમ ક્વોરન્ટાઈન પરિવારને મદદ કરવા ભોજન વ્યવસ્થા શરૂ કરાઈ

વેરાવળ-સોમનાથ શહેરમાં શરૂ કરાયેલી પ્રેરક સેવા અંગે સંસ્થાના દીપક ટીલાવતે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થા કરવી અઘરી બની જાય છે, જેના કારણે અમે આ સેવા શરૂ કરી છે.
આ પણ વાંચોઃ વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું

રિક્ષાથી લાભાર્થીના ઘરે પહોંચાડાય છે ભોજન

આ સંસ્થા કોઈ પણ ભેદભાવ વગર બન્ને ટાઈમ જરૂરિયાત મુજબ શુદ્ધ અને સાત્વિક ભોજન ટિફિન દ્વારા તેમના નિવાસ સ્થાન પર પહોંચાડી રહી છે. આ માટે સંસ્થાએ ટીમ બનાવી છે. આ ટીમ નક્કી કરેલી જગ્યાએ ટિફિન તૈયાર કરાવી રિક્ષા મારફતે જેતે લાભાર્થીના ઘર સુધી ટિફિન પહોંચાડે છે. આ સાથે જ સંસ્થાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિવારજનોને જો આ વ્યવસ્થાની જરૂર હોય તો તેઓ સંસ્થાનો સંપર્ક કરે.

Last Updated : Apr 21, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.