ગીર સોમનાથઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારના રોજ સાંજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે સોમનાથ લાઇઝનિંગ સંભાળતા પોલીસ કર્મચારી વિરેન્દ્ર ઉપાધ્યાયને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પોલીસ સુરક્ષાના ખેમામાં અરેરાટી ફેલાઇ હતી, ત્યારે પોલીસ કર્મી પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતુ અને પોલીસ સહિતના સ્ટાફના સ્વાસ્થની ચકાસણીમાં લાગી ગયા છે.
ત્યારે મુખ્યપ્રધાનના સોમનાથ પ્રવાસ પૂર્વે સુરક્ષાનું સૌથી મોટું પરિબળ એવા સોમનાથ સુરક્ષાના પોલિસ જવાનોને કોરન્ટાઇન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી મુખ્યપ્રધાનના સોમનાથ પ્રવાસ અંગે પણ અસમંજસ સર્જાયો છે.
મહત્વનું છે કે સોમનાથના સુરક્ષા અધિકારીનો કોરોના રિપોર્ટ બાદ સમગ્ર વિસ્તારના લોકો તથા મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને પણ હવે મંદિરની સુરક્ષામાં રહેલા પોલિસ કર્મીઓનો રિપોર્ટ કરાવવા તથા વિરેન્દ્ર ઉપાધ્યાયના સમ્પર્કમાં આવનારો પોલિસ સ્ટાફને કોરન્ટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે કે નહી તે પણ જોવાનું રહ્યુ. કે પછી મુખ્ય પ્રધાનના પ્રવાસ પર તેની કોઇ અસર પડે છે કે નહી તે પણ હાલ મહત્વનું છે.