ETV Bharat / state

Congress: વેરાવળ-સોમનાથમાં કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારવા આવેદન - GIR SOMNATH LOCAL NEWS

વેરાવળ-સોમનાથમાં ખોરવાયેલા પીવાના પાણી વિતરણની અને ડોર-ટુ-ડોર કચરા કલેકશનની કામગીરી નિયમિત નહીં થાય તો કોંગ્રેસને (Congress) આંદોલન કરવાની ફરજ પડશે. શહેર કોંગ્રેસ પ્રમુખના નેજા હેઠળ કોંગી આગેવાનો-કાર્યકરોએ પાલીકા પ્રમુખને રૂબરૂ મળી લોકોની વેદનાને ઠાલવતુ આવેદનપત્ર પાઠવ્‍યુ હતુ.

Congress
Congress
author img

By

Published : Jul 3, 2021, 10:33 AM IST

  • શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારવા આવેદન
  • ડહોળુ અને ગંદુ પાણી લોકો સુઘી અપૂરતુ પહોંચે છે
  • કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં અઠવાડીયે પીવાનું પાણી વિતરણ થતુ હોવાથી લોકો વલખા મારી રહ્યા છે. ત્‍યારે તે એકાંતરે કરવા અને વરસાદ પડે તે પહેલા ગટરો તળીયા ઝાટક સાફ કરાવવા અને શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારી નિયમિત કરવા અંગે શહેર કોંગ્રસે (Congress) અને કોંગી નગરસેવકોએ પાલીકા પ્રમુખને રૂબરૂ મળી લોકોની વેદના રજુ કરતુ આવેદન પત્ર પાઠવી સત્‍વરે સમસ્‍યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે. જો ત્રણ દિવસમાં પીવાના પાણીની સમસ્‍યા હલ નહીં થાય તો ન છુટકે આંદોલન કરવાની અથવા કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્‍ચારી છે.

જોડીયા શહેરમાં 7થી 8 દિવસે પીવાનું પાણી વિતરણ થઇ રહ્યુ છે

જોડીયા શહેરના લોકો વેઠી રહેલી મુશ્‍કેલીને વાચા આપવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્‍દ્ર મોતીવરસના નેજા હેઠળ આગેવાનો-કાર્યકરોએ આવેદન પત્ર પાલીકાને પાઠવ્યું હતુ. જેમાં જણાવ્યું હતુ કે, હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવા સમયે જોડીયા શહેરમાં 7થી 8 દિવસે પીવાનું પાણી વિતરણ થઇ રહ્યુ છે અને એ પણ ડહોળુ અને ગંદુ પાણી લોકો સુઘી અપૂરતુ પહોંચે છે. જેના કારણે ઉનાળાના આકરા તાપમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહેલા છે.

આ પણ વાંચો: RMCના પાપે ગંદુ પાણી પીવા માટે પ્રજા મજબૂર, દૂષિત પાણીની બોટલ્સ સાથે મહિલાઓનો વિરોધ

પાણી કંઇ રીતે સંગ્રહ કરવો તે મોટો પ્રશ્ન

ગંદુ-ડહોળુ પાણી વિતરણ થતુ હોવાથી પાણીજન્‍ય રોગોમાં લોકો સપડાવવાનો ખતરો ઉભો થયો છે. તો શહેરના છેવાડાના અને પછાત વિસ્‍તારોમાં કે જેમાં ગરીબ-મજૂર વર્ગના લોકો રહે છે. ત્‍યાં આઠ દિવસ ચાલે તેટલુ પાણી કંઇ રીતે સંગ્રહ કરવો તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

પાણીના એક-એક બેડા માટે ભટકવું પડી રહ્યુ છે

લોકોને દરરોજ બઘા કામો મુકી પાણીના એક-એક બેડા માટે ભટકવું પડી રહ્યુ છે. તાજેતરમાં જ ફીલ્‍ટર પ્‍લાન્‍ટનું લોકાપર્ણ થયુ હોવા છતાં ડહોળુ પાણી કેમ વિતરણ થાય છે તે સમજાતુ નથી. આ બાબતે ઘટતુ કરી શહેરીજનોને એકાંતરે નિયમિત પુરતુ પાણી આપવા માંગણી છે.

આ પણ વાંચો: કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી કોરેટી ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

શહેરના તમામ વોર્ડો-વિસ્‍તારો ગંદકીથી ખદબદી રહ્યા છે

વઘુમાં તાજેતરમાં જ વરસાદી ઝાપટુ આવતા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી ચોમાસુ પુર્ણ રીતે બેસે તે પહેલા યુઘ્‍ઘના ઘોરણે તમામ ગટરો તળીયા ઝાટક સાફ કરાવવી જરૂરી છે. જો પાણી ભરાવવાના કારણે કંઇ બનશે તો તેનું જવાબદાર પાલીકા તંત્ર રહેશે. શહેરના તમામ વોર્ડો-વિસ્‍તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. કારણ કે, શહેરના મોટાભાગના વિસ્‍તારો-બજારોમાં કચરા કલેક્શનની ગાડી આવતી જ નથી અને અમુક વિસ્‍તારોમાં અનિયમિત આવે છે તો પુરતો કચરો લોકો પાસેથી લેતી નથી.

દર મહિને લાખોની રકમ એજન્‍સીને ચૂકવાય છે

આમ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી નિયમોનુસાર નિયમિત ન થતી હોવા છતાં દર મહિને લાખોની રકમ એજન્‍સીને ચૂકવાય છે. જેમાં મોટો ભ્રષ્‍ટાચાર થતો હોવાની શંકા હોવાથી તપાસ થવી જોઇએ. જો લોકોની વેદનાનો સમયસર ઉકેલ નહીં આવે તો કોંગ્રેસને ગાંઘી ચિંઘ્‍યા માર્ગે આંદોલના પગલા ભરવાની અને કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવી અંતમાં કોંગી આગેવાનો-નગરસેવકોએ ચીમકી ઉચ્‍ચારી છે.

વેરાવળ-સોમનાથમાં કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારવા આવેદન

ડેમમાં રીપેરીંગ કામના કારણે અપૂરતુ પાણી હોવાથી મુશ્‍કેલી સર્જાય છે

આ અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવ્યું હતુ કે, ડેમમાં રીપેરીંગ કામના કારણે અપૂરતુ પાણી હોવાથી મુશ્‍કેલી સર્જાય છે. તેના વિકલ્‍પ રૂપે મહી પરી યોજનાની લાઇનમાંથી નર્મદાનું પાણી મેળવવા પ્રયાસ કરેલો છે, પરંતુ મહીની લાઇન બે જગ્‍યાએ લીકેજ હોવાથી વધારે સમય બગડ્યો હોવાથી પાણી વિતરણનું ટાઇમટેબલ ખોરવાયું છે. હાલ યુઘ્‍ઘના ઘોરણે લાઇન લીકેજનું કામ કરાવી રહ્યા છે. સંભવત: ત્રણેક દિવસમાં શહેરમાં પાણી નિયમિત થઇ જશે તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.