ETV Bharat / state

Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ - સોમનાથ મહાદેવ

સોમનાથ મંદિરના (Somnath Mahadev Temple) 151 ફૂટ ઉંચા શિખર પર હવે શિવભક્તો પોતાના હસ્તે ધ્વજારોહણ કરી શકે તે માટે ત્રણેક મહિનામાં સીસ્ટમ કાર્યરત થશે. વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના (First Jyotirlinga Somnath Mahadev) 151 ફૂટ ઉંચા ગગનચૂંબી શિખર પર લહેરાતી ધ્વજા (Flag) આગામી ત્રણેક મહિનામાં ભાવિકો સ્વહસ્તે ધ્વજા ચડાવી શકે તેવી સીસ્ટમ મંદિરમાં લગાવવાનું નક્કી કરાયું છે અને સર્વે પણ થઈ ગયો છે.

Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ

author img

By

Published : Jul 1, 2021, 4:45 PM IST

  • સોમનાથ મંદિરે (Somnath Mahadev Temple) સ્વહસ્તે ભક્તો જ કરી શકશે ધ્વજારોહણ
  • ધ્વજારોહણ (Flag) માટે શિખર ઊપર ચડવું નહીં પડે
  • 151 ફૂટ ઊંચા શિખર ઉપર ધ્વજારોહણ કરવા માટે યાંત્રિક સીસ્ટમ ગોઠવાશે
  • ખોડલધામના નરેશ પટેલ નવી સીસ્ટમ તૈયાર કરાવી સોમનાથ મંદિરને અર્પણ કરશે

    સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે (Somnath Mahadev Temple) ધ્વજારોહણ કરવા માટે ગોઠવવામાં આવનારી યાંત્રિક સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા (Flag) સ્વહસ્તે ચડાવી શકશે. આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ યાંત્રિક સીસ્ટમથી ચડનારી ધ્વજા શિવભક્તો જાતે જ શિખર સુધી ચડાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે.

આ સીસ્ટમ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ સીસ્ટમ સોમનાથ મંદિરમાં (Somnath Mahadev Temple) લગાવવા માટે સર્વે થઇ ગયો છે અને તેને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. આગામી બેથી ત્રણ માસમાં આ નવી સીસ્ટમ કાર્યરત થઈ જવાની આશા છે. હાલ આ પ્રકારની ધજારોહણ સીસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.

આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

હાલમાં મંદિરના કર્મચારી ધ્વજા ચડાવવા સીડી ઉપર ચડે છે

નોંધનીય છે કે વર્ષ 1951માં (Somnath Mahadev Temple) મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા (Flag) ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યાં છે. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર ધ્વજપૂજા કરતાં અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે અને આ સમયે ભાવિકો નીચે ઉભી ચઢતી ધજા નિહાળી હર.. હર.. મહાદેવના ગગનભેદી નાદ કરી ધજાને વંદન કરતાં હતાં. પરંતુ હવે ભાવિકો સ્વહસ્તે જ પોતાની ધ્વજા શિખર ઉપર ચડાવી શકે તેવી સીસ્ટમ કાર્યરત થતાં જાતે ધજા ચડાવ્યાંનો લહાવો મળતો થશે.

આ પણ વાંચોઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં થઈ સામેલ, અહીં હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.