ETV Bharat / state

Somnath Temple: સોમનાથ મંદિર સહિત તમામ ધાર્મિક સ્થાનો આજે દર્શનાર્થીઓ માટે ખુલશે. - Somnath Temple news

આજે સોમનાથ મંદિર સહિત પ્રભાસ તીર્થ ક્ષેત્રના તમામ ધાર્મિક સ્થાનો ફરી એક વખત 48 કલાક બાદ દર્શનાર્થીઓ માટે ખુલવા જઈ રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ આજથી તમામ મંદિરના દર્શન રાબેતા મુજબ થશે તેવી જાહેરાત કરી છે.

Somnath Temple:  આવતી કાલે સોમનાથ મંદિર સહિત તમામ ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે ખુલશે

author img

By

Published : Jun 17, 2023, 8:33 AM IST

ગીર સોમનાથ: બિપોરજોય ચક્રવાતને પગલે પાછલા 48 કલાકથી બંધ સોમનાથ સહિત પ્રભાસ તિર્થ ક્ષેત્રના તમામ ધાર્મિક સ્થાનો અને મંદિરો 48 કલાક બાદ ફરી એક વખત દર્શનાર્થીઓ માટે ખુલવા જઈ રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે મંદિર ખોલવાની લઈને જાહેરાત કરી છે સંભવિત વાવાઝોડા ને લઈને બુધવારે સાંજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ સહિત પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવેલા અને જેનું સંચાલન સોમનાથ મંદિરે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તે તમામ મંદિરો અને ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં ગઈકાલે સાંજે વધુ વધારો કરીને આજના દિવસ એટલે કે 16 તારીખ સુધી તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી

આજે થશે સોમેશ્વર મહાદેવના દર્શન: આજથી ફરી એક વખત સોમેશ્વર મહાદેવના દર્શન તમામ શિવ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે સોમનાથ મંદિર સહિત અહલ્યાબાઈ મંદિર ભાલકા તીર્થક્ષેત્ર રામ મંદિર પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ શશિભુષણ મહાદેવ મંદિર તેમજ પ્રાચી નજીક આવેલા અને જેનું સંચાલન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે કે તમામ ધાર્મિક સ્થળો આજે રાબેતા મુજબ દર્શન માટે ખુલવા જઈ રહ્યા છે જેમાં તમામ ભક્તો પોતાની આસ્થા અને ભક્તિ અનુસાર દર્શન પૂજા અને અભિષેક કરી શકશે.

બે દિવસ બાદ ખુલશે દર્શન: સોમનાથ સહિત તમામ મંદિરો આવતીકાલે બે દિવસ બાદ ફરી ખુલશે કોરોના સંક્રમણ સમય સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટનો સંચાલન નીચે આવતા તમામ ધાર્મિક સ્થળ અને મંદિરો તમામ પ્રકારના દર્શનાર્થીઓ માટે 61 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ વાવાઝોડાને કારણે ફરી એક વખત 48 કલાક માટે સોમનાથ મંદિર અને ટ્રસ્ટના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા પાછલા 48 કલાક દરમિયાન તમામ મંદિરોમાં સોમનાથ ટ્રસ્ટના પૂજારીઓ અને પંડિતો દ્વારા સનાતન ધર્મની તમામ ધાર્મિક વિધિઓ પૂજા અભિષેક મહા આરતી સહિત તમામ ધાર્મિક વિધિ ને વિધિ વિધાન સાથે કરવામાં આવી હતી જેના સાક્ષી આજથી ફરી તમામ શિવભક્તો બનશે.

  1. Cyclone Biparjoy: સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર યથાવત
  2. Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.