ETV Bharat / state

Crypto Currency Fraud Case: આંતરરાજ્ય ક્રિપ્ટો કરન્સીના છેતરપિંડી કેસનો આરોપી ઝડપાયો - ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા

ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી અંતર્ગત 18 કરોડ કરતાં વધુના છેતરપિંડીના ગુનામાં સામેલ મૂળ હિમાચલ પ્રદેશના હેમરાજ અને સુખદેવની સાથે તાલાલા નજીક ફાર્મ હાઉસના સંચાલક ભીખાભાઈની અટકાયત કરીને ક્રિપ્ટો કરન્સી હેઠળ આચરવામાં આવતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે

Crypto Currency Fraud Case:
Crypto Currency Fraud Case:
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 10:30 PM IST

Updated : Oct 1, 2023, 1:41 PM IST

ગીર સોમનાથ: આંતરરાજ્ય ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના ગુનાને ઉકેલવામાં ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે. હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા સોમનાથ પોલીસને આપવામાં આવેલી વિગતો અનુસાર હિમાચલ પ્રદેશમાં ઓનલાઈન ક્રિપ્ટો કરન્સી હેઠળ 18 કરોડની છેતરપિંડી આચરનાર કેટલાક આરોપીઓ સોમનાથ જિલ્લામાં છુપાયા હોવાની માહિતી મળી હતી. સોમનાથ પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા સાસણ નજીક આવેલા ભોજદે ગામના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી બંને આરોપીની અટકાયત કરી હતી.

હિમાચલ પ્રદેશમાં નોંધાયા અનેક ગુનાઓ: હિમાચલ પ્રદેશના અલગ અલગ જિલ્લા અને ગામોમાં ઓનલાઈન ગુનાઓ બન્યા હતા. જેને ધ્યાને રાખીને હિમાચલ પોલીસે ગત 26 સપ્ટેમ્બરના દિવસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી હતી. જેમાં કેટલાક આરોપીઓ ગુજરાતના સાસણ નજીક ફાર્મ હાઉસમાં રોકાયા હોવાની વિગતો હિમાચલ પોલીસને વિગતો પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ હિમાચલ પોલીસે સોમનાથ પોલીસનો સંપર્ક કરીને આરોપીના ફોટા અને તેમના ગુનાહિત ઇતિહાસની વિગતો સોમનાથ પોલીસને મોકલી હતી. જેની તપાસમાં ભોજદે નજીક કપુરીયા ગામની સીમમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પાછલા બે ત્રણ દિવસથી રોકાયેલા હેમરાજ અને સુખદેવ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી છે.

આરોપીઓ વેશ બદલીને છુપાયા: હેમરાજ અને સુખદેવ નામના બંને આરોપીઓ પોતાના ગુનાહિત ઇતિહાસને છુપાવવા માટે તેનો વેશ બદલીને ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. બંને આરોપીએ માથે મુંડન અને દાઢી મૂછ પણ કાઢી નાખ્યા હતા. જેથી તેમને કોઈ ઓળખી ન શકે પરંતુ પોલીસ તપાસમાં આ શંકાસ્પદ બંને વ્યક્તિઓની હિલચાલ ગંભીર લાગતા સોમનાથ પોલીસે પૂછપરછ બાદ બંને આરોપીને 18 કરોડની ઓનલાઈન ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડીમાં સામેલ હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી છે. સાથે સ્થાનિક ફાર્મ હાઉસના સંચાલકની પણ અટકાયત કરી હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે

ડબલ રૂપિયા આપવાની લાલચે છેતરપિંડી: મૂળ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પાલમપુર વિસ્તારના અરુણસિંહ ગુલેરીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ www voscrow.10.hypenext અને aglobal.10 નામની વેબસાઈટમાં ઓનલાઇન રોકાણ કરાવીને રોકાણ કરેલા રૂપિયાના બદલામાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપીને વર્ષ 2019 થી લઈને 21 દરમિયાન કુલ 18 કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી. આ બંને આરોપી હવે સોમનાથ પોલીસના કબજામાં છે. આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પકડાયેલા બંને આરોપીને હિમાચલ પ્રદેશ પોલીસને વિધિવત રીતે સોંપી દેવામાં આવશે.

  1. Ahmedabad Drugs: અમેરિકા અને કેનેડાથી કુરિયરમાં મોકલાતો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ડ્રગ્સને પુસ્તકનાં પાનામાં ચોટાડીને થતી ડિલીવરી
  2. Ahmedabad Crime News : બનાવટી દસ્તાવેજ બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઠગ ઝડપાયા

Last Updated : Oct 1, 2023, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.