- 'નાસતા ફરતા' સ્ક્વોડ બનાવી ઝડપ્યો આરોપીને
- રેન્જ ઓફિસરને મળી હતી બાતમી
- પોલીસે રેડ પાડી ઇસમની કરી ધરપકડ
જૂનાગઢ: રેન્જ આઇ.જી.પી. મનીન્દર પ્રતાપ સિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ 'નાસતા ફરતા' સ્ક્વોડની રચના કરવામાં આવી હતી.
આરોપીને પકડવા બનાવાઈ 'નાસતા ફરતા' સ્ક્વોડ
આ દરમ્યાન જરૂરી સુચના અને માર્ગદર્શનના આધારે 'નાસતા ફરતા' ક્વોડના સબ ઈન્પેક્ટર આર.આર.ગરચર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ પરષોતમભાઇ, અભેસીંગભાઇ ભવાનભાઇ, કૌશીકભાઇ ધીરુભાઇ, કોન્ટેબલ અનિલભાઇ દાનાભાઇ તથા ભીખુશા બયુશા અને અન્ય પોલીસ સ્ટાફના માણસો 'નાસતા ફરતા' ક્વોડમાં કાર્યરત હતા. છેલ્લાં છ વર્ષથી ભાગતો આરોપી ભીખાજી ઇસાજી ઠાકોર સાસણ રોડ ઉપર ભોજદે તરફ જતા રસ્તા પર ઉભો હતો ત્યારે રેડ પાડી આરોપીને પકડી પાડી ઇસમને હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ જે તે પોલીસ સ્ટેશન ખાતે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરી હતી.