ETV Bharat / state

ગીર સોમનાથનો જમીન સંપાદનનો મુદ્દો હલ કરવા ખેડૂતો અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ - મહામારી

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ મહાકાય ખાનગી ઉદ્યોગો માટે નવી રેલ્વે લાઈન વિવાદને મામલે બીજી બેઠક મળી હતી. જેમાં પ્રાંત કલેક્ટર તેમજ રેલ્વે અધિકારી અને ખેડૂત આગેવાનો વચ્ચે લાંબી ચર્ચાઓ થઇ હતી.

ગીરસોમનાથનોગીરસોમનાથનો
ગીરસોમનાથનો
author img

By

Published : Jan 6, 2021, 5:19 PM IST

Updated : Jan 6, 2021, 5:37 PM IST

  • 2 ઉદ્યોગો માટે તંત્ર બનાવવા માંગે છે બ્રોડગેજ રેલ લાઇન
  • 3 તાલુકાના ખેડૂતોની જમીન થશે સંપાદિત
  • 600 ખેડૂતો થશે જમીન વિહોણા
  • SDM કચેરી વેરાવળ ખાતે થઈ બેઠક

ગીર સોમનાથ : જિલ્લામાં આવેલ મહાકાય ખાનગી ઉદ્યોગો માટે નવી રેલ્વે લાઈન વિવાદને મામલે બીજી બેઠક મળી હતી. જેમાં પ્રાંત કલેક્ટર તેમજ રેલ્વે અધિકારી અને ખેડુત આગેવાનો વચ્ચે લાંબી ચર્ચાઓ થઇ હતી. 2012 થી રેલ્વે લાઈન નવી નાખવાના તંત્રના પ્રયાસોનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. 3 તાલુકાના 19 ગામોને સ્પર્શતી આ સમસ્યામાં 1100 ખેડુતોને અસર કરે છે. જેમાં 450 થી વધુ ખેડૂતો ટૂંકી જમીન હોવાના કારણે ખેતી વિનાના થાય તેવો આક્ષેપ ખેડુતોએ કર્યો હતો. આ બેઠકમાં કલેક્ટરે ખેડૂત આગેવાનોને જણાવ્યું હતું કે, ખેડૂતો આ લાઈનનો સર્વે કરાવવા દે બાદમાં ખેડૂતો ખેતરોના નુકશાનના સર્વે રીપોર્ટ આવ્યા બાદ રેલ્વે વિભાગ દ્વારા જૂની હયાત વેરાવળ કોડીનાર મીટરગેજ લાઈનને બ્રોડગેજ બનાવવા બાબતે પણ વિચારણા કરશે તેવી ચર્ચા કરાઇ હતી.

ગીર સોમનાથનો જમીન સંપાદનનો મુદ્દો હલ કરવા ખેડૂતો અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ

રેલ્વે અધિકારી અને ખેડુત આગેવાનો વચ્ચે લાંબી ચર્ચાઓ થઇ

જ્યારે મહામારીના કારણે પાંચથી સાત ખેડૂત આગેવાનો પ્રાંત કલેક્ટર રેલ્વે અધિકારી સહિતનાની પ્રાંત કચેરીમાં બેઠક મળી હતી. જેમાં હાલ સર્વે કરી નુકશાનીનો અંદાજ નીકળ્યા બાદ વેરાવળ કોડીનાર જુની હાલ બંધ મીટરગેજ રેલ લાઈનની જગ્યાએ નવી બ્રોડગેજ લાઈન બાબતે પણ વિચારણા કરવાની ખાત્રી રેલ્વે અધિકારીએ પ્રાંત કલેક્ટરની હાજરીમાં આપી હતી. આ બાબતે ખેડૂત આગેવાનોએ તમામ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કર્યા બાદ આગળ શું કરવું તે નક્કી કરશે તેવું જણાવ્યું હતું.

Last Updated : Jan 6, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.