ગીર સોમનાથઃ જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં રહેતા 8783થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. કોવીડ-19 અંતર્ગત ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવા, ઓનલાઇન એન્ટ્રી કરવા, આરોગ્ય તપાસણી કરવા, તાલુકા વિકાસ અધિકારીથી માંડીને તલાટી મંત્રીએ ટીમવર્કથી ગીર-સોમનાથ જિલ્લામાં રહેલા 23 રાજ્યના 8783 પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલમાં આવ્યા છે.
લોકડઉન દરમિયાન સૈાથી વધુ મહારાષ્ટ્ર રાજ્યના 4252 શ્રમિકો જ્યારે સૈાથી ઓછા દિલ્હીના 6 શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે.