ETV Bharat / state

7 વર્ષ પૂર્ણની ઉજવણી: ગીર-સોમનાથ પંંથકમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું - Touktea

ઉના સહિતના તૌકતે વાવઝોડાને કારણે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં 5 હજાર રાશન કીટોનું વિતરણ કરી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાએ મોદી સરકારના સાત વર્ષના સુશાસનની ઉજવણી કરી હતી.

xx
7 વર્ષ પૂર્ણની ઉજવણી: ગીર-સોમનાથ પંંથકમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
author img

By

Published : May 31, 2021, 9:17 AM IST

  • કેન્દ્રમાં ભાજપને 7 વર્ષ પુર્ણ
  • ગીર-સોમનાથ અનાજ કીટનુ વિતરણ કરવામાં આવ્યું
  • તૌકતે વાવઝોડામાં અસરગ્રસ્ત લોકોને કરવામાં આવી મદદ

ગીર-સોમનાથ: ભાજપની મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડા પંથકમાં વાવઝોડાના કારણે અસરગ્રસ્‍ત લોકોને સહાય આપવામાં આવી હતી. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્રારા 5 હજાર જેટલી રાશન કીટોનું વિતરણો સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભાજપને 7 વર્ષ પૂર્ણ

સેવા હી સંઘર્ષના ભાવ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટીના લોકપ્ર‍િય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની કેન્‍દ્ર સરકારના સુશાસનને રવિવારે 7 વર્ષ પૂરા થયા હતા. ભાજપ પાર્ટીની વિચારધારાને સાર્થક કરવા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડાના અસરગ્રસ્‍ત લોકોની મદદ કરવા સેવાયજ્ઞ અર્થે ઉના પહોંચી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાનના પદ પર નરેન્દ્ર મોદીના સાત વર્ષ પૂર્ણ થતા ધંધુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો

5 હજાર કીટનુ વિતરણ

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અઘ્‍યક્ષ ઉદયભાઇ કાનગડએ જણાવ્યું હતું કે, કેન્‍દ્રની મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત રવિવારે પ્રદેશ બક્ષીપંચ મોરચાની સમગ્ર ટીમના સભ્‍યો વાવાઝોડાથી પ્રભાવિત ઉના-ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકો માટે 5 હજાર જેટલી રાશન કીટો તૈયાર કરી સાથે લાવ્‍યા છે. જેમાં પ્રત્‍યેક કીટમાં 5 કીલો લોટ, 5 કીલો બટેટા, 1 કીલો ખાંડ, 1 કીલો મગ, 1 લીટર તેલ, હળદર, મરચુ, મીઠુ સહિતની જરૂરી સામગ્રીની 5 હજાર જેટલી રાશન કીટો તૈયાર કરવામાં આવી છે.

7 વર્ષ પૂર્ણની ઉજવણી: ગીર-સોમનાથ પંંથકમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી

વિશ્વમાં ડંકો વગાડ્યો

ભાજપના નેતા યોગેશ ગઢવીએ જણાવેલ કે, મોદી સાહેબે ભારત દેશમાં સાત-સાત વર્ષ સુધી સુશાન આપી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જેથી અમે લોકો છેવાડાના માનવીની સેવા કરવા માટે ક્યારે પણ થાકીશુ નહીં અને અવિરત સેવા કરતા રહીશુ. જે ભાવથી જ વાવાઝોડાથી અસરગ્રસ્‍ત લોકોને મદદ કરવા અર્થે રાશન કીટોનું વિતરણ કરવા ઉના આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.