1975 - પોરબંદરના ઉત્તર-પશ્ચિમ દરિયાકાંઠાથી 15 કી.મી દૂર વાવાઝોડું આવ્યુ હતું. આ વાવાઝોડાની અસર જામનગર અને રાજકોટના અનેક વિસ્તારમાં સર્જાય હતી.160 થી 180 કિ.મીની ઝડપે આવેલા આ વાવઝોડાથી 75 કરોડનું નુકશાન થયુ હતુ તેમજ 85 લોકોના મોત થયા હતાં.
1976- સૌરાષ્ટ્ર 1975 પછી 1976માં પણ વાવાઝોડાનું શિકાર બન્યુ હતું. 3જુન 1976ના દિવસે 167 કી.મીની ઝડપે આવેલા આ વાવાઝોડાથી 50 જેટલા ગામો પ્રભાવીત થયા હતા. તેમાં 70 લોકોનું મૃત્યુ નિપજ્યુ હતુ તેમજ આશરે 3 કરોડનું નુકશાન થયુ હતું.
1981- જામનગર, પોરબંદર, જુનાગઢમાં 1981નાલ ઓક્ટોબરમાં આવેલા વાવાઝોડામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાય નહોતી પણ સલામતીને ધ્યાનમાં રાખીને અંદાજે 6000 જેટલા મકાનોને નુકસાન થયુ હતું
1982- હાલમાં વાયુ વાવાઝોડુ વેરાવળને ઘમરોળશે પરંતુ આ પહેલા 1982માં પણ પણ વેરાવળના દરિયાકિનારે ભયાનક વાવાઝોડુ ત્રાટ્ક્યુ હતું. આ ચક્રવાત દરમિયાન કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. નવેમ્બર માસમાં આવેલા આ વાવાઝોડામાં 511 લોકોના મોત થયા હતા. જ્યારે 127 કરોડનું વ્યાપક નુકસાન થયુ હતું.
1998- ગુજરાતના વાવાઝોડાના ઈતિહાસમાં 1998નું ચક્રવાતે કલ્પી ન શકાય તેવી તારાજી સર્જી હતી. જુન માસમાં આવેલા આ વાવાઝોડાથી પોરબંદરના કાંઠા વિસ્તાર અને કચ્છમાં વ્યાપક જાનમાલને નુકસાન થયુ હતું. આ હોનારતમાં 1173 લોકોના જીવ ગયા હતા જ્યારે 1774 લોકો લાપતા થયા હતા. આ વાવાઝોડાથી ગુજરાતને 1865 કરોડનું નુકશાન થયુ હતુ.
1999- 1998ના એક જ વર્ષ પછી 1999 ફરીવાર ભયાનક વાવાઝોડુ આવ્યુ હતું. જેનાથી કચ્છ અને જામનગર જિલ્લામાં નુકસાન થયુ હતું. આ વંટોળીયામાં 453 લોકોનું મોત નિપજ્યુ હતુ જ્યારે 80 કરોડનુ નુકસાન થયુ હતું.