ગીરસોમનાથ: લૉકડાઉનના કારણે વેરાવળ બંદર પર ફિશિંગ બોટો બંધ થતા આંધ્રપ્રદેશના 4 હજાર જેટલા માછીમારો વેરાવળ બંદરે ફસાયા હતા. તેમજ તેમને લૉકડાઉન દરમિયાન તેમની બોટમાં જ ક્વૉરન્ટાઈન કરાયા હતા. આ સાથે તેમનું મેડીકલ ચેકઅપ પણ કરાયું હતુ. સદનસીબે તમામ માછીમારો રોગ મુક્ત જણાયા હતા.
એક માસથી વધુનો સમય વિત્યો ત્યારે કમાનારા માછીમારો વેરાવળમાં ફસાંતાં આંધ્રપ્રદેશમાં તેમના પરીવાર ચિતીત બન્યા હતા. આ તરફ પરિવારની ચિંતામાં એક માછીમારને હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતુ. જેથી તમામ માછીમારોએ ETV BHARAT દ્વારા વીનંતી સાથે વતન જવા માટે ગુજરાત આંધ્ર અને કેન્દ્ર સરકાર ને દર્દભરી વિનંતી કરી હતી. જે ETV BHARA દ્વારા દેશ ભરની વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું.