- ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
- આજે શુક્રવારે જિલ્લામાં 8,959 લોકોને રસી આપવામા આવી
- જિલ્લાના ત્રણ ગામડાઓમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ
- કોરોનાની બીજી લહેરના સમયગાળામાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 22 કેસો આવ્યા
ગીર સોમનાથ: જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 91,584 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે, જ્યારે આજે શુક્રવારે વઘુ 8,959 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સરેરાશ 10 કેસો આવતા હોવાનું તંત્ર દ્વારા જાહેરાત કરાતી હતી. આ દરમિયાન છેલ્લા ત્રણેક દિવસથી કેસોનું પ્રમાણ નોંઘનીય રીતે વઘી રહ્યું છે. જેમાં આજે કોરોનાની બીજી લહેરના સમયગાળામાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 22 કેસો આવ્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં 1500 રેમડેસિવિર ઉપલબ્ધ
જિલ્લામાં ત્રણ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પ્રસરી ઘાતક બની રહ્યું છે, ત્યારે કોરોનાથી ગ્રામજનોને બચાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન જેવા પગલા લેવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 અને પંડવા ગામમાં 22 કેસો આવેલા હોવાથી આઠથી દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન બંન્ને ગ્રામ પંચાયતોએ જાહેર કર્યું છે, જયારે તાલાલા તાલુકાના ઘુસીયા ગીર ગામમાં પણ 29 કોરોનાના પોઝિટિવ કેસો આવ્યા ઉપરાંત એક વ્યકિતનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. જે પરિસ્થિતિને ઘ્યાને લઇ ઘુસીયા ગ્રામ પંચાયતે પાંચ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. ગામમાં સવારે 6થી 9 ત્રણ કલાક સુઘી જ દુકાનો ખુલ્લી રહેશે. જે સમયગાળામાં ગ્રામજનોએ પોતાનું કામ પતાવી લેવું ત્યારબાદ ઘરની બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે.