ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર
બુધવારે નવા રેકર્ડબ્રેક 190 કેસ
જિલ્લામાં રસીકરણ નું પણ ઘટયું પ્રમાણ, ફક્ત 110 લોકોનું કોરોના રસીકરણ કરાયું
ગીર સોમનાથ: કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્યામાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ આંક નવા 190 કેસો નોંધાયા છે. જેમાં વેરાવળમાં 44, સુત્રાપાડામાં 18, કોડીનારમાં 35, ઉનામાં 34, ગીરગઢડામાં 21, તાલાલામાં 38 કેસો નોંઘાયા છે. આજે જીલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ નીપજેલ નથી જયારે સારવારમાં રહેલા 117 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.
રસીકરણની કામગીરી પડી ધીમી
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ મંદગતિએ ચાલી રહેલ પરંતુ વેકસીન ન હોવાથી આજે સમગ્ર જીલ્લામાં ફકત 112 લોકોને જ વેકસીન આપવામાં આવેલ છે. અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 71 હજાર 149 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.
રસી, ટેસ્ટીંગ કીટ તથા ઇજેકશન ખૂટ્યા
ગીર-સોમનાથ જીલ્લામાં કોરોનાનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોનાની વેક્સિન નો જથ્થો પણ ઓછો હોવાથી જીલ્લામાં આજે ફકત 112 લોકોને જ રસી આપવામાં આવી છે.
આ ઉપરાંત કોરોના ટેસ્ટીંગની કીટ પણ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોઝીટીવ આવેલા દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન પણ ન હોવાથી જીલ્લાના લોકો રામ ભરોષે હોય તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વ્હેલી તકે જીલ્લામાં વેકસીન, ટેસ્ટીંગ કીટ અને ઇજેકશન સહીતની ખુટતી વસ્તુઓ તાત્કાલીક ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.