ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, શનિવારે કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા

author img

By

Published : May 2, 2021, 12:37 PM IST

Intro:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા. શનિવારે જીલ્‍લામાં 2,403 લોકોનું કોરોના રસીકરણ કરાયુ છે.

corona
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, શનિવારે કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા
  • ગીર-સોમનાથમાં કોરોનાના કેસમાં વધારો
  • જિલ્લામાં રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં
  • તંત્રએ પહેલી વાર જાહેર કર્યા મૃત્યુંઆંક

ગીર-સોમનાથ: કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં હતા. ઘણા દિવસો બાદ શનિવારે ફરી કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંઘાયો છે. જિલ્લામાં શનિવારે નવા 105 નવા કેસ નોંધાયા છે.

જિલ્લામાં 3 દર્દીઓનો મૃત્યું

વેરાવળમાં 25, સુત્રાપાડામાં 13, કોડીનારમાં 21, ઉનામાં 24, ગીરગઢડામાં 10, તાલાલામાં 12 કેસો નોંઘાયા છે. શનિવારે જીલ્‍લામાં પ્રથમ વખત ત્રણ મૃત્‍યુ નોંઘાયા હતા. જેમાં વેરાવળ, ગીરગઢડા અને અન્ય જિલ્લાના 1 દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. શનિવારે 95 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

આ પણ વાંચો : સોમનાથ મંદિર ટ્રસ્ટ ભોજન-પ્રસાદી કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને વિનામૂલ્યે પહોંચાડશે

રસીકરણની કામગીરી પૂરજોશમાં

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 61 હજાર 835 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે શનિવારે વઘુ 2,403 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

જિલ્લામાં બીજી લહેરમાં પ્રથમવાર તંત્રએ કોરોનાના દર્દીના મૃત્યુ જાહેર કર્યા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં શનિવારે પ્રથમ વખત તંત્ર દ્વારા ૩ દર્દીના મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યુ હતું. જીલ્લાના છ તાલુકાઓના સ્મશાન ગૃહોમાં દરરોજ મૃતદેહો આવતા હતા અને તેમની અંતિમવિધી કોરોના પ્રોટોકોલ મુજબ કરવામાં આવતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.