ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતીની જાહેરાત (PSI Exam 2022) કરી હતી. જેમાં 6 માર્ચે 312 કેન્દ્ર ઉપર 92,145 જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી, ત્યારે આજે રાજ્યમાં ગાંધીનગર ખાતે બહુચર્ચિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ માટેની લેખિત પરીક્ષા (police sub inspector class 3) યોજાઇ હતી. અગાઉ તમામ ઉમેદવારોની લેખિત અને પ્રેકટિલ લેવાઈ ચૂકી છે.
આ પણ વાંચો: Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજયમાં પીએસઆઈ પરીક્ષા લેખિત અને પ્રેકટિલ પાસ થયેલા (PSI Exam Result) ઉમેદવારોની ભાષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિઝિકલ ટેસ્ટમાંથી પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે. કુલ બે વિષયોની પરીક્ષા યોજાઇ રહી છે, ગુજરાતી તથા અંગ્રેજી ભાષાની પરીક્ષા (Gandhinagar PSI exam) આજે અને બીજી ભાષાની પરીક્ષા 19 જૂનના રોજ લેવામાં આવશે, આમ કુલ 1389 જગ્યાઓ માટે 4200 ઉમેદવારોની લેખીત પરીક્ષા યોજાઈ રહી હતી, જેમાં પહેલું પેપર 9થી 11 વાગે અને બીજું પેપર 12થી 2 વાગ્યાનું હતું.
આ પણ વાંચો: શિવલિંગ સાથે તોફાની તત્વોએ કર્યું કંઇક આવું, જેથી લોકોમાં વ્યાપી રોષની લાગણી
CCTV ઉપરાંત જામરનો ઉપયોગ: ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અત્યારે વધુમાં વધુ લોકો ડિજિટલ વોચ અને ઈલેક્ટ્રિક ગેઝેટનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ઇન્ટરનેટ કનેકટીવિટી-મોબાઇલની કનેક્ટિવિટી ન મળે. તેને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા જામરનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાનું આયોજન કર્યું હતું.
કેટલા લોકોએ આપી હતી પરીક્ષા: લેખિત પરીક્ષાની વાત કરીએ તો, શારીરિક કસોટીમાં 96,231 ઉમેદવારો પાસ થયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 92,145 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 312 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજાઈ હતી. આ તમામ કેન્દ્ર સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3,000થી વધુ ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવી હતી.
ગેરરીતિ ના થાય તે માટે વ્યવસ્થા: મહત્વની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટેના પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ ફૂટી જવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે PSIની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને ફક્ત અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો ખાતે જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.