ETV Bharat / state

Gujarat genome sequencing: દેશમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે મેળવી - સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ

ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ(Gujarat Genome sequencing) ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં (Genome sequencing machine)આવ્યું છે. રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.

Whole genome sequencing: દેશમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે મેળવી

author img

By

Published : Feb 18, 2022, 8:45 PM IST

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક (Gujarat Biotechnology Research Center )નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન (Genome sequencing machine)ખરીદવામાં આવ્યું છે. કોઈ પણ રાજ્ય સરકાર સંચાલિત(Gujarat genome sequencing) સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.

GBRCની સ્થાપના કરવામાં આવેલી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના સાયન્સ ટેક્નોલોજી પ્રધાન જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સચિવ વિજય નહેરાની ઉપસ્થિતીમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું. ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRCની સ્થાપના કરવામાં આવેલી છે.

GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે 9 ગણો વધારો

આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા 30 થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમિયાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે. મુખ્યપ્રધાને આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર 13.95 કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે 9 ગણો વધારો થયો છે.

આ પણ વાંચોઃ Biotechnology Policy 2022-27: ગુજરાત સરકારે જાહેર કરી બાયોટેકનોલોજી પોલિસી, જાણો શું છે આમાં ખાસ

20 બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા

આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને 20 બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ, એક્જોમ, ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે.

સુક્ષ્મ જીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે

આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઈ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઈ શકે છે. NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મ જીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે. આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે. આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.

આ પણ વાંચોઃ Whole genome sequencing: રાજ્યમાં મહિનામાં 640 સેમ્પલના લેવાઈ રહ્યા છે જીનોમ સિક્વન્સ, ડેલ્મીક્રોન બાબતે તાપસ શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.