- કોવિશિલ્ડના 5,13,761 ડોઝનો બગાડ થયો
- કો-વેક્સિના 3,19,705 રસીના ડોઝનો બગાડ થયો
- વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં પૂછાયો પ્રશ્ન
- આરોગ્ય વિભાગના મેનેજમેન્ટના અભાવે રસીના ડોઝનો બગાડ
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વેક્સિન આપવા મામલે ગુજરાત અગ્રેસર ભલે રહ્યું હોય પરંતુ ગુજરાતમાં એક મહિનામાં એવરેજ એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની આ પ્રકારની બેદરકારી પણ સામે આવી છે. કોવિશિલ્ડ અને આ વર્ષના જાન્યુઆરીથી જુલાઈના કોવેક્સિનના આંકડા જોઈએ તો કોવિશિલ્ડના 5,13,761 ડોઝનો જ્યારે કોવેક્સિના 3,19,705 રસીના ડોઝનો બગાડ થયો છે. આ બંને રસીના ડોઝનો બગાડ થઇ રહ્યો છે. ત્યારે એક મહિનામાં એવરેજ લાખ ડોઝથી વધુનો બગાડ થાય છે.
આ પણ વાંચો: Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા
આરોગ્ય વિભાગને રસીના ડોઝનો કેટલો અને ક્યા કારણોસર બગાડ
એક બાજુ ગુજરાતમાં એક સમય એવો પણ હતો કે, જ્યાં રસીના ડોઝ લેવા માટે લોકોએ લાઈનો લગાવી પડતી હતી, ધક્કા ખાવા પડતા હતા તે છતાં પણ તેમને રસીના ડોઝ મળતા ન હોતા અને ધરમના ધક્કો ખાવો પડી રહ્યો હતો, ત્યારે જાન્યુઆરીથી લઇ જુલાઈ માસ સુધીમાં મોટી સંખ્યામાં રસીના ડોઝનો બગડ થયો છે.
વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ આરોગ્ય વિભાગને રસીના ડોઝનો કેટલો અને ક્યા કારણોસર બગાડ થયા છે તેની વિગત પૂછી હતી.
8,33,466 રસીના ડોઝનો બગાડ આ વર્ષના 7 મહિનામાં થયો
આ વર્ષના સાત જ મહિનામાં 8,33,466 રસીના ડોઝનો બગાડ થયો છે. જેમાં આરોગ્ય વિભાગ તરફથી અપાયેલ જવાબમાં મુખ્ય કારણ તેમણે આપ્યું હતું કે, એક જ વાયલમસ 10 લાભાર્થીઓને ડોઝ આપવામાં આવે છે. એક રસીનો વાયલ ખુલ્યા બાદ રસીનો ઉપયોગ મહત્તમ 4 કલાક સુધી જ કરી શકાય છે. જે રસીનો ડોઝનો બગાડ અંગેનું કારણ છે તેવું તેમને પ્રશ્નોત્તરીકાળમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું, જો કે તેમને એ પણ કહ્યું હતું કે મે અને જુલાઇ માસ દરમિયાન મળેલી રસીના વાયલ સામે 10 લાખ 63 હજાર લાભાર્થીઓનું વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Assembly : ચોમાસા સત્રના બીજા દિવસે ગૃહમાં શું થશે ચર્ચા
મહિનાઓ મુજબ કોરોના રસીનો બગાડની વિગતો
માસ | કોવિશિલ્ડ | કોવેક્સિનન |
જાન્યુઆરી 2021 | 00 | 00 |
ફેબ્રુઆરી 2021 | 47,422 | 33,969 |
માર્ચ 2021 | 3,75,586 | 69,874 |
એપ્રિલ 2021 | 90,753 | 69,874 |
મે 2021 | 00 | 68,142 |
જૂન 2021 | 00 | 4,441 |
જુલાઈ 2021 | 00 | 36,060 |
કુલ | 5,13,761 | 3,19,705 |
જાન્યુઆરી 2021થી જુલાઇ સુધીમાં 3,32,65,975 લોકોને રસી અપાઈ
જાન્યુઆરી 2021થી જુલાઈ 2021ના આ સાત મહિનાના સમયગાળામાં ગુજરાત સરકારને 3,19,54,590 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે જાન્યુઆરી 2021થી જુલાઇ સુધીમાં 3,32,65,975 લોકોને રસી અપાઈ છે. એક બાજુ ગુજરાત સરકારે રસી આપવામાં ઉતાવળ પણ કરી છે તો બીજી બાજુ લોકો રસી લેવા માટે સામેથી આવી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે બેદરકારી પણ સામે આવી હતી. મેનેજમેન્ટના અભાવે આટલી મોટી સંખ્યામાં રસીના ડોઝ નો બગાડ થયો છે.