ETV Bharat / state

Waghodia New Municipality: વાઘોડિયા બનશે નવી નગરપાલિકા, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત - વડોદરા

વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો સમાવી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવામાં આવશે.

Waghodia New Municipality:
Waghodia New Municipality:
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 7:16 PM IST

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્ર આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.

  • વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે.

    આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા…

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉલ્લેખનીય છે કે બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.

આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મુખ્યમંત્રી સમક્ષ આ રજૂઆત કરી હતી. વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતાં હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

  1. Tapi: તાપીમાં યુવતીના વાળ કાપી નિર્વસ્ત્ર કરવા મામલે બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ
  2. Gujarat BJP Meeting : 26 લોકસભા બેઠકો પર આ તારીખથી લોક સંપર્ક કાર્યાલય શરુ, નબળાં બુથને લઇ પાટીલની સૂચના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.