જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના રાઘવજી પટેલની જીત થઈ છે.
જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જેન્તીભાઈ સભાયા 3748 મતથી આગળ છે. જ્યારે ભાજપના રાઘવજી પટેલ 3438થી પાછળ હતી. પરંતુ જામનગરથી ગ્રામ્યથી રાઘવજી પટેલ આગળ જોવા મળી રહ્યાં છે. પેટા ચૂંટણીમાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે. ઉંઝાથી ભાજપમાં આશાબેન પટેલ લીડ કરી રહ્યાં છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. માણાવદરમાં ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.
ઊંઝામાં કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.