ETV Bharat / state
ગાંધીનગરના વલાદમાં જુગારધામ ઝડપાયું, 10 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત - મુદ્દામાલ
ગાંધીનગરઃ શ્રાવણ મહિનો તેના અંતિમ પડાવમાં છે ત્યારે જુગારીઓ પણ જાણે આ મહિનો ફરીથી ન આવવાનો હોય તેમ જિલ્લામાં ઠેર ઠેર જુગાર રમવાના બોર્ડમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર તાલુકાના વલાદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી મસમોટું જુગારધાર ઝડપાયું છે. ડભોડા પોલીસે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સ્પોટ ફોટો
By
Published : Aug 24, 2019, 6:53 AM IST
ડભોડા પોલીસની ટીમને જુગારધામની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં ફાર્માહાઉસની બે ઓરડીઓમાં જુગારધામના સંચાલક સહિત 33 લોકો ઝડપાયા હતા. જેમની પાસેથી 71,900 રોકડા, 32 મોબાઈલ, બાઈક, રીક્ષા, એક્ટિવા અને ઈનોવા ગાડી મળી કુલ 10,23,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓને બચાવવા માટે એક નેતાનો ફોલ્ડર દોડી આવ્યો હતો. પરંતુ પોલીસે તેને મચક આપી ન હતી.
વલાદમાં જુગારીઓનું ઝુંડ ઝડપાયું પોલીસની રેડ દરમિયાન ભાગી ગયેલા આશિષ પ્રજાપતિ , નિલેષ પટેલ તથા ફાર્મ હાઉસના માલિક કલ્પેશ પ્રમુખભાઈ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને ઘટના સ્થળેથી પ્લાસ્ટિકના કુલ 925 કોઈન મળી આવ્યા છે. જે પૈસા જમા કરાવતા જુગારીઓને અપાતા, કોઈનથી જુગાર રમ્યા બાદ છેલ્લે કોઈનના હિસાબ પ્રમાણે સંચાલક રણવીરસિંહ હિસાબ કરી દેતો હતો. 50થી લઈને 10 હજારના આંક લખેલા કોઈનનો સરવાળો કરીએ તો કિંમત 12 લાખથી પણ વધી જાય છે.
વલાદની સીમમાં જુગારધામ ઉપર પડેલા દરોડા બાદ જુગારીઓને બચાવવા માટે ઉચ્ચ નેતાનો ફોલ્ડર અને ગાંધીનગર જીલ્લાના એક ગામનો સરપંચ બચાવવા માટે દોડી આવ્યો હતો પરંતુ પોલીસે તેને મચક આપ્યા વિના તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:હેડિંગ) વલાદની સીમમા જુગાર રમતા 32 જુગારીઓને બચાવવા એક નેતાનો ફોલ્ડર દોડી આવ્યો, 10 લાખનો મુદ્દામાલ પકડાયો
ગાંધીનગર,
શ્રાવણ મહિનો તેના અંતિમ પડાવમાં છે ત્યારે જુગારીઓ પણ જાણે આ મહિનો ફરીથી ન આવવાનો હોય તેમ જિલ્લામાં ઠેર ઠેર જુગાર રમવાના બોર્ડમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર તાલુકાના વલાદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી મસમોટું જુગારધાર ઝડપાયું છે. ડભોડા પોલીસની ટીમને જુગારધામની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં ફાર્માહાઉસની બે ઓરડીઓમાં જુગારધામના સંચાલક સહિત 33 લોકો ઝડપાયા હતા. જેમની પાસેથી 71,900 રોકડા, 32 મોબાઈલ, બાઈક, રીક્ષા, એક્ટિવા અને ઈનોવા ગાડી મળી કુલ 10,23,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓને બચાવવા માટે એક નેતાનો ફોલ્ડર દોડી આવ્યો હતો. પરંતુ પોલીસે તેને મચક આપી ન હતી.Body:જુગારધામ સંચાલક રણવિરસિંહ વાઘેલા (31 વર્ષ,નિકોલ), પ્રિયાંક વ્યાસ (40 વર્ષ, નરોડા), સંજયસિંહ વાઘેલા (32 વર્ષ, વાસન,ગાંધીનગર), હિતેન્દ્ર વ્યાસ (39 વર્ષ, નરોડા), અમિત ગોસ્વામી (42 વર્ષ, ન્યુ નિકોલ), વિરેન શાહ (45 વર્ષ, આણંદ) રમણલાલ કલાલ (48 વર્ષ, કાંકરીયા), ગોપાલ સોની (47 વર્ષ, આણંદ), હિતેન્દ્રસિંહ ચૌહાણ (34 વર્ષ, આણંદ), ચંદ્રકાંત પટેલ (44 વર્ષ, ગાંધીનગર), તેજશ શાહ (25 વર્ષ,નવા નરોડા), કાંતી પટેલ (55 વર્ષ,નરોડા), કેશવ ન્યાયી (29 વર્ષ, નરોડા), પંકજ પટેલ (55 વર્ષ, નરોડા), પશાભાઈ રથરી (39 વર્ષ, પાટડી), રમેશભાઈ પટેલ (55 વર્ષ, નરોડા), ભુલેશ રાજપૂત (36 વર્ષ, શાસ્ત્રીનગર), ઘનશ્યામ પટેલ (53 વર્ષ, નરોડા), અર્પણ પટેલ (31 વર્ષ, નરોડા), તખતસિંહ રાવ (50 વર્ષ, સીટીએમ), પ્રકાશભાઈ આમરે (58 વર્ષ,નરોડા), ઉકારનાથ જોગી (48 વર્ષ, બાપુનગર), માડીલાલ પટેલ (39 વર્ષ,નરોડા), વસંતભાઈ પટેલ (54 વર્ષ, વટવા), નરેન્દ્ર દશાડીયા (43 વર્ષ, નરોડા ગામ) રાકેશ પટેલ (42 વર્ષ, નરોડા), શ્રેયશ પટેલ (42 વર્ષ, નરોડા), કમલેશ દવે (52 વર્ષ, આણંદ), મહેશ ભરવાડ (31 વર્ષ નરોડા), વિરલ ચૌહાણ (36 વર્ષ, નોબલનગર), ભાવિન પટેલ (44 વર્ષ, ઘાટલોડીયા), પ્રફુલ પટેલ (53 વર્ષ, મહાદેવનગર), હાર્દિક પટેલ (29 વર્ષ, નરોડા)Conclusion:પોલીસની રેડ દરમિયાન ભાગી ગયેલા આશિષ પ્રજાપતિ (અમદાવાદ), નિલેષ પટેલ (લીમ્બડીયા) તથા ફાર્મ હાઉસના માલિક કલ્પેશ પ્રમુખભાઈ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને ઘટના સ્થળેથી પ્લાસ્ટિકના કુલ 925 કોઈન મળી આવ્યા છે. જે પૈસા જમા કરાવતા જુગારીઓને અપાતા, કોઈનથી જુગાર રમ્યા બાદ છેલ્લે કોઈનના હિસાબ પ્રમાણે સંચાલક રણવીરસિંહ હિસાબ કરી દેતો હતો. 50થી લઈને 10 હજારના આંક લખેલા કોઈનનો સરવાળો કરીએ તો કિંમત 12 લાખથી પણ વધી જાય છે.