ગાંધીનગર : ગઈકાલે રાજ્ય સરકારે અભ્યાસમાં ભગવદ્ ગીતા (Bhagavad Gita in the Study) અંગે જાહેરાત કરી હતી. જે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સરકારનો ભગવદ્ ગીતાના નિર્ણય આવકાર્યો હતો, પરંતુ મનીષ સિસોદીયાની ટિપ્પણીને લઈને કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala at Gandhinagar) તેમણે વળતો જવાબ આપ્યો હતો.
"ગીતાની સામે વાંધો" - કુડાસણ ખાતે એક ખાનગી શોપનું ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાએ જે ટિપ્પણી કરી છે એ બદલ ભગવાન કૃષ્ણ તેમને સદબુદ્ધિ આપે. તેને રાજ્ય સરકારના નિર્ણયની સામે વાંધો નથી અને તેમની તાકાત પણ નથી. તેઓ ગીતાની સામે વાંધો લઇ શકે છે. કારણ કે, ભારતનો હિન્દુ સહનશીલ છે. પરંતુ મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તો કુરાન વિરુદ્ધ બોલવાની હિંમત તેમનામાં નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election) પ્રજા આમ આદમી પાર્ટીને જવાબ આપશે.
આ પણ વાંચો : પુરૂષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજને સંદેશ: સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ કરો
રાજકારણમાં કિનારે નહીં અંદર ઉતરવું પડે - ખોડલધામ પાટીદાર અગ્રણી નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને શંકા-કુશંકાઓ જાગી છે. ત્યારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકને રાજકારણમાં (Parshottam Rupala about Naresh Patel) જોડાવવાનો અધિકાર છે. નાગરિકોએ રાજકારણમાં જોડાવવું જ જોઈએ. તેમને કઈ પાર્ટીમાં જોડાવવુ તે પણ તેમનો હક છે. પરંતુ હું એમ માનું છું કે, રાજકારણમાં કિનારે ઉભા રહીને નહીં પરંતુ અંદર ઊતરીને કામ કરવું જોઈએ.
આ પણ વાંચો : પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં 200 જેટલા કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાયાં
કોંગ્રેસ પર પ્રતિક્રિયા - પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ત્યારે દિલ્હી ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના કોર નેતાઓ સામે નારાજગી જોવા મળી હતી. તે મુદ્દે પુરુષોત્તમ રૂપાલા કોંગ્રેસને (Parshottam Rupala visiting Gandhinagar) વધારે મહત્વ આપવા માંગતા નહોતા. તેમણે જણાવ્યું હતું કે, તે કોંગ્રેસનું અંદરની બાબત છે. આપણે તેમાં માથું મારતા નથી.