ગાંધીનગર: વિશ્વકર્મા જયંતી નિમિત્તે રાજ્ય કક્ષાના(Vishwakarma Jayanti ) ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશ્વકર્મા સમાજની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં (Website of Vishwakarma Samaj)આવ્યું હતું. આ લોન્ચિંગ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં સમાજને તમામ માહિતી, સરકારની યોજનાઓ અને સમાજના લોકોને ઉપયોગી થાય તે તમામ પ્રકારની માહિતી અને યોજનાઓને સાઈટ(Vishwakarma Samaj launches online site) પર મુકવામાં આવશે.
વડાપ્રધાન મોદી કરે છે ચિંતા
વિશ્વકર્મા જયંતી નિમિત્તે (Vishwakarma Jayanti )રાજ્ય કક્ષાના ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ વધુમાં જણાવ્યું હતું કે સૃષ્ટિના શિલ્પકાર એવા આજે વિશ્વભરમાં ભગવાનની જયંતી છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)પણ શ્રમયોગીઓની વિશેષ ચિંતા કરતા હોય છે. આજના દિવસે વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વના તમામ પરિવાર એક થાય તે માટે વિશ્વકર્માનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પોર્ટલ 14 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદના રાણીપ વિસ્તારના વિશ્વકર્મા મંદિરથી મહાઆરતી LIVE
દેશ વિદેશના તમામ લોકોને ભેગા કરવાનું આયોજન
રાજ્યમાં વિશ્વકર્મા સમાજ દ્વારા www.vishvakarma.org નામની સાઈટ શરુ કરવામાં આવી છે. આ માધ્યમથી વિશ્વના તમામ વિશ્વકર્માના તમામ પરિવાર એકતા માટે વિશ્વભરમાં પોર્ટલ લોન્ચ (Vishwakarma Portal Launch )કરવામાં આવ્યું છે. આમ તમામ વિશ્વકર્મા પરિવાર એક થઈને તેમનું કૌશલ્ય દેખાડી અને આગળ વધે તે ઉદ્દેશથી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આના માધ્યમથી તમામ વિશ્વકર્મા સમાજને ફાયદો અને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વકર્મા સમાજના પરિવારોને શ્રેષ્ઠ શિક્ષણ, ગુણવત્તાયુક્ત સામાજિક સંભાળ. સ્વસ્થ સંપોષી અને રચનાત્મક જીવન મળે તેવો ઉદ્દેશ છે. સંગઠનને વધુ મજબૂત બનાવીને સમાજને મદદ કરવાની ભાવના સાથે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
મેડિકલ સહાય ચુકવવામાં આવશે
વધુ વાત કરવામાં આવે તો વિશ્વકર્મા સમાજ દ્વારા આજે વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિશ્વકર્મા ભાઈઓને 30 ટકા મેડિકલ સહાય પણ આપવામાં આવશે. આ ઉપરાંત એજ્યુકેશનના તમામ મટીરીયલ પણ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અરવલ્લીના પંચાલ સમાજે વિશ્વકર્મા જયંતી નિમેત્તે જાહેર રજાની માંગ સાથે કલેકટરને આપ્યુ આવેદનપત્ર