ETV Bharat / state

ખેડૂતો પાસે 600 રૂપિયા લેતો વીડિયો વાયરલ, કૃષિપ્રધાને કહ્યું જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરો - આર.સી.ફળદુ ન્યૂઝ

ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના દિવસોમાં કમોસમી વરસાદ પડયો હતો પરિણામે ખેડૂતોનો પાક બગડી ગયો છે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકવીમો આપવાની જાહેરાત કરી છે. ત્યારે તે માટેના અરજી ફોર્મ કલેકટર કચેરીથી મેળવી પરત કરવાના છે. પરંતુ વિનામૂલ્યે મળતા આપ પાર્ટીના લેભાગુ તત્વો દ્વારા 600 રૂપિયા ખેડૂતો પાસેથી ખંખેરવામાં આવી રહ્યા છે. જેને લઇને કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુ
author img

By

Published : Nov 5, 2019, 3:33 AM IST

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતોને માઠી દશા બેઠી હોય તે રીતે ચોમાસાથી લઈને દિવાળી સુધી વરસાદે તારાજી સર્જી છે. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નાશ થયો હતો જ્યારે દિવાળી ઉપર પાકને લેવાનો સમય થયો ત્યારે જ ખેતરોમાં કમોસમી વરસાદે પાક બગાડી નાખ્યો છે. પાક બગડી ગયા બાદ પણ સરકાર દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ લેભાગુ તત્વોએ આફતને પણ અવસરમાં ફેરવવાનું પ્લાન શોધી નાખ્યો છે.

ખેડૂતો પાસે 600 રૂપિયા લેતો વીડીયો વાયરલ, કૃષિપ્રધાને કહ્યું જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરો

ત્યારે કલેકટર કચેરીમાં અરજી ફોર્મ લેવા જતાં ખેડૂતો પાસે 600 રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે જેનો વીડિયો વાયરલ થતાં કૃષિ વિભાગ હરકતમાં આવી ગયું છે. કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, આ ઘટનાની જાણ થતા કૃષિ વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે.

તેમજ કસૂરવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે અને આ પ્રકારના બનાવનું રાજ્યમાં પુનરાવર્તન ન થાય તેઓ દાખલો બેસાડવા માટે પણ ધ્યાન દોર્યું છે. ખેડૂતોએ એક પણ રૂપિયા ચૂકવવાનો થતો નથી કલેકટર કચેરીમાં તેમનું અરજી ફોર્મ જમા કરાવ્યા બાદ પાક વીમાની રકમ તેમના એકાઉન્ટમાં જમા થઈ જશે.

Intro:હેડ લાઈન) અમરેલીમાં ખેડૂતો પાસે 600 રૂપિયા લેવાનો વિડીયો વાયરલ, પ્રધાને કહ્યું જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરો

ગાંધીનગર,

રાજ્યમાં દિવાળીના દિવસોમાં કમોસમી વરસાદ પડયો હતો પરિણામે ખેડૂતોનો પાક બગડી જવા પામ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકવીમો આપવાની જાહેરાત કરી છે. ત્યારે તે માટેના અરજી ફોર્મ કલેકટર કચેરીથી મેળવી પરત કરવાના છે. પરંતુ વિનામૂલ્યે મળતા આપ પાર્ટી ફોરના લેભાગુ તત્વો દ્વારા 600 રૂપિયા ખેડૂતો પાસેથી ખંખેરવામાં આવી રહ્યા છે. જેને લઇને કૃષિપ્રધાને કહ્યું કે, જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.Body:રાજ્યના ખેડૂતોને માઠી દશા બેઠી હોય તે રીતે ચોમાસાથી લઈને દિવાળી સુધી વરસાદે તારાજી સર્જી નાખી છે. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો હતો જ્યારે દિવાળી ઉપર પાકને લેવાનો સમય થયો ત્યારે જ ખેતરોમાં કમોસમી વરસાદે પાક બગાડી નાખ્યો પાટ બગડી ગયા બાદ પણ સરકાર દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ લેભાગુ તત્વો દ્વારા આફતને પણ અવસરમાં ફેરવવાનું પ્લાન શોધી નાખ્યો છે. કલેકટર કચેરીમાં અરજી ફોર્મ લેવા જતા ખેડૂતો પાસે 600 રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે જેનો વીડિયો વાયરલ થતાં કૃષિ વિભાગ હરકતમાં આવી ગયું છે.Conclusion:કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, આ ઘટનાની જાણ થતા કૃષિ વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે. કસૂરવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે અને આ પ્રકારનાં બનાવનું રાજ્યમાં પુનરાવર્તન ના થાય તેઓ દાખલો બેસાડવા માટે પણ ધ્યાન દોર્યું છે. ખેડૂતોએ એક પણ રૂપિયા ચૂકવવાનો થતો નથી કલેકટર કચેરીમાં તેમનું અરજી ફોર્મ જમા કરાવ્યા બાદ પાક વીમાની રકમ તેમના એકાઉન્ટમાં જમા થઈ જશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.