ગાંધીનગરઃ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2024 સંદર્ભે ઉત્સાહ ફેલાયેલો છે. વડા પ્રધાન ખુલ આ ઈવેન્ટ માટે ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. તેમણે આજે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યુ છે. આ ટ્રેડ શોમાં વિવિધ વેપાર ઉદ્યોગોને યોગ્ય રજૂઆત માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો વિશ્વનો એક વિશાળ ટ્રેડ શો છે. આ ટ્રેડ શોમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગને લીધે બિઝનેશ પોટેન્શિયલને અઢળક તકો પૂરી પાડતો ગેટવે મળી રહે છે. 9મી જાન્યુઆરીએ શરુ થયેલ આ ટ્રેડ શો 13મી જાન્યુઆરી સુધી ચાલશે.
વાયબ્રન્ટ સમિટ 2024: આવતીકાલે બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડા પ્રધાન મોદી સૌથી મહત્વની ઈવેન્ટ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ વડા પ્રધાન ટોપ ગ્લોબલ કોર્પોરેટ્સના સીઈઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી જવા રવાના થશે. જ્યાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ અંતર્ગત વડા પ્રધાન અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે.
2003થી પ્રારંભઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ 2023થી થયો હતો. આ શરુઆત ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. વર્ષ 2024માં 10થી 12 જાન્યુઆરી સુધી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રેણી આયોજિત થઈ રહી છે. આ વખતે સમિટની થીમ 'ગેટવે ટૂ ધી ફ્યુચર' રાખવામાં આવી છે. આ 10મી શ્રેણી દરમિયાન વાયબ્રન્ટ સમિટના સફળતા પૂર્વક 20 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં 34 દેશો પાર્ટનર કન્ટ્રી બની ચૂક્યા છે અને 16 ઓર્ગેનાઈઝેશન્સ પાર્ટનર બની છે. ધી મિનિસ્ટ્રી ઓફ નોર્થ ઈસ્ટર્ન રીજિયન પણ આ સમિટને ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં રોકાણના એક મહત્વના પ્રસંગ તરીકે ગણી રહી છે.
અનેક સેમિનાર્સઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં અનેક વિષય પર અનેક સેમિનાર્સ યોજાવાના છે. જેમાં ઈન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન, સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક મોબિલિટી અને રીન્યૂએબલ એનર્જી એન્ડ ટ્રાન્ઝિશન વગેરેનો સમાવેશ થાય છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં વિશ્વભરની કંપનીઓ પોતાનું બેસ્ટ પ્રોડકટ્સનું પ્રદર્શન કરશે. જેમાં ઈ-મોબિલિટી, સ્ટાર્ટ અપ્સ, એમએસએમઈ, બ્લૂ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ થાય છે.
ભવ્ય રોડ શોઃ વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત આજે ભવ્ય રોડ શો યોજાયો. જેમાં વડા પ્રધાન મોદી ઉપરાંત યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સહિત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓ અને વિદેશથી આવેલ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા. આ રોડ શોમાં હજારો નાગરિકો હાજર રહ્યા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ નાગરિકો પણ જોડાયા હતા. તેઓ મોદી અને યુએઈના પ્રેસિડન્ટની એક ઝલક જોવા ઉત્સુક હતા. સમગ્ર રોડ શો એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ બની રહ્યો હતો.