ETV Bharat / state

Vibrant Summit 2022:10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર દિલ્હીમાં, ફ્યુચર ગુજરાતનું પ્રેઝન્ટેશન થયું - વાઇબ્રન્ટ ગુજરાત

ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi ) વાઇબ્રન્ટ ગુજરાતની(Vibrant Gujarat) શરૂઆત કરી હતી. ત્યારે હવે જાન્યુઆરી વર્ષ 2022 સુધી યોજાનારા દસમાં વાઈબ્રન્ટ સમિટની( Vibrant Summit)તૈયારીના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)દિલ્હી (Delhi)સંબોધન કર્યું હતુ.ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ(Vibrant development) અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં વડાપ્રધાન માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Vibrant Summit 2022:10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર દિલ્હીમાં, ફ્યુચર ગુજરાતનું પ્રેઝન્ટેશન થયું

author img

By

Published : Nov 25, 2021, 9:14 PM IST

  • વાઇબ્રન્ટ ગુજરાત 2022 ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર નવી દિલ્હીમાં
  • ગુજરાતનો વિકાસપથ દર્શાવતા મુખ્યપ્રધાન
  • ગુજરાતે વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી

ગાંધીનગર : ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi ) વાઇબ્રન્ટ ગુજરાતની (Vibrant Gujarat )શરૂઆત કરી હતી. ત્યારે હવે જાન્યુઆરી વર્ષ 2022 સુધી યોજાનારા દસમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) દિલ્હી સંબોધન કર્યું હતુ અને ખાસ રોડ શો યોજાયો હતો. જેમાં ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં વડાપ્રધાન માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર(Vibrant economy) વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આ વાયબ્રન્ટ સમિટનો ( Vibrant Summit)નવતર વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી. વડાપ્રધાન મોદીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું (Global Knowledge Sharing Networking)વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે, આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે.

આ વર્ષની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત

આ શુભારંભ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ, વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના પ્રધાનો પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે તેની પણ વિશદ છણાવટ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કરેલું છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટીને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના આહ્વાનને સુસંગત આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની થીમ છે.

ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઈ એટલે કે 21.9 યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ 2021ના વર્ષમાં મેળવ્યું છે. એટલું જ નહીં લીડ્સ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે 2018, 2019 અને 2021માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે, ભારતના ભાવિ વિકાસ-ગ્રોથની શહેરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગીફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે.

ગુજરાતમાં રીંયુએબલ એનર્જી પાર્ક

કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક (Solar and Wind Renewable Energy Park)દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના 30 ગીગાવોટનું પ્રદાન 2023 સુધીમાં ગુજરાત આપતું થશે, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે ગુજરાત તીવ્રગતિથી વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધાત્મક સહભાગિતા સાધવા સક્ષમ છે. ગુજરાતમાં પરંપરાગત અને આધુનિક એમ બેય વિકાસ માટેની ઊંડી ઇચ્છાશક્તિ જાગી છે.એટલું જ નહીં સુંદ્ર્ઢ અર્થવ્યવસ્થા, ભવિષ્યલક્ષી આંતરમાળખું અને ઉદ્યોગો તથા ઉદ્યમિતાની સંભાવનાઓનું ગૌરવ પણ ગુજરાત લઈ શકે છે.

ભાવિ સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાંથી તૈયાર થઈ શકે

દેશના ભાવિ સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાંથી તૈયાર થાય તેવી રાજ્ય સરકારની મનસા છે એમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ગુજરાતે ખ્યાતી મેળવી છે.સુંદ્ર્ઢ ઉદ્યોગિક આંતરમાળખું, પ્રોએક્ટીવ પોલીસિઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વિગેરેને કારણે જ દેશ અને દુનિયામાં મૂડી રોકાણો માટેનું સૌથી વધુ પસંદગીપાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે એનો ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.મુખ્યપ્રધાનએ દેશની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીકા અમૃત મહોત્સવે’ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગુજરાતનું પ્રેઝન્ટેશન થયું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ 10મી આવૃત્તિમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ, ક્ષમતા અને આત્મનિર્ભર ભારતની (Self-reliant India)વિકાસ ગાથામાં લીડ લેવાની ગુજરાતની સજ્જતા શો કેસ કરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમિટમાં સહભાગી થવા ઉદ્યોગ સંચાલકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતમાં વેપારની તમામ સુવિધાઓ : મનસુખ માંડવીયા

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ (Union Minister Mansukh Mandvia)જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગ વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ મળી જ રહેશે પરંતુ ગુજરાતની સૌથી મોટી તાકાત ત્યાંની પરોણાગત છે. જ્યારે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતની આ યાત્રામાં રાજ્યએ બે મોટા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 20 હજાર પ્રવાસીઓ મુલાકાતે આવે છે. કેવડીયા ગુજરાત પ્રવાસન ધામ બન્યું છે. સરદાર સરોવર ડેમને કારણે ગુજરાતી સિંચાઈ ક્ષમતા અનેક ગણી વધી છે.

આ પણ વાંચોઃ Jewar Airportનો શિલાન્યાસ કરીને બોલ્યા PM મોદી- પહેલાની સરકારોએ UPને ખોટા સપના દેખાડ્યા

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.