ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગો આવે અને ગુજરાતના લોકોને વધુ રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી વર્ષ 2003માં 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી દર બે વર્ષે સમયાંતરે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે. તે પહેલાં કોરોના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને વર્ષ 2022 ની ગુજરાત વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. હવે વર્ષ 2024 માં જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ સમિટની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
4 ઝોનમાં યોજાશે:ગુજરાત ગ્લોબલ સમિટની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના કેબિનેટ ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિ બે વર્ષના સમયગાળા બાદ ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2024 ના જાન્યુઆરી માસમાં પણ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. જ્યારે ગુજરાત દર બે વર્ષે વિશેષ આયોજન કરે છે. વર્ષ 2024 માં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું ગુજરાત 4 ઝોનમાં આયોજન કરવામાં આવશે. જ્યારે હજુ સુધી વાઇબ્રન્ટની તારીખ નક્કી નથી થઈ. પણ ટૂંક સમયમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની તારીખ નક્કી કરીને જાહેરાત કરવામાં આવશે. પણ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે.
શ્રમિક દિવસની ઉજવણી: આજે ગુજરાત સ્થાપના દિવસ સહિત આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ પણ છે. ગાંધીનગરમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની એક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે શ્રમ સેતુ પોર્ટલનું પણ લોન્ચિંગ કર્યું છે. આ પોર્ટલની મધ્યમથી શ્રમસેતુ શ્રમિકોના પ્રશ્નોનું નિરાકરણ થશે. જ્યારે અધિકારી જે જગ્યા ઉપર થર્ડ નિરીક્ષણ અને ઇન્સ્પેકશન કરવા જશે. તે જ જગ્યા ઉપરથી જે તે સ્થળનો રિપોર્ટ પણ ઓનલાઇન સબમીટ કરી શકશે. જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં. જ્યારે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે રાજ્ય સરકાર શ્રમિકો માટે અકસ્માત સહાય યોજના, શ્રમયોગી હોમ લોન વ્યાજ, સબસીડી યોજના પ્રસુતિ સહાય યોજના, ગો ક્રિમ યોજના લેપટોપ ખરીદી સહાય યોજનાના લાભાર્થીઓને ટોકન સહાય પણ ચૂકવી હતી. આમ કુલ 2568 લાભાર્થીઓને 3.83 કરોડની ઓનલાઇન સહાય પણ ચૂકવવામાં આવી હતી.
500 કરોડનો ખર્ચ: રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વ તમે એક દિવસની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ યોજનાઓ શ્રમિકો માટે જ છે. જ્યારે 100 દિવસમાં વધુમાં વધુ યોજના રાજ્ય સરકારે બનાવી છે. જ્યારે નાણાકીય વર્ષ 2023 24 પર રાજ્ય સરકાર શ્રમિકો માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જ્યારે સમગ્ર ભારતમાં ગુજરાતે શ્રમિકોને ની આવકમાં 25% જેટલો વધારો આપ્યો છે.