ETV Bharat / state

Vibrant Gujarat Summit : કેમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી રહી

વર્ષ 2003 માં ગુજરાતની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં 9 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ ગઈ છે. આ 20 વર્ષોમાં વિશ્વએ ગુજરાત અને ભારતનો વિકાસ અને પ્રગતિની નોંધ લીધી, વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે. વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના વિકાસને કેવી રીતે બદલ્યો અને કેમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા ?

Vibrant Gujarat Summit
Vibrant Gujarat Summit
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 5:41 PM IST

ગાંધીનગર : નરેન્દ્ર મોદીને ગ્લોબલ લીડર બનાવવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટે મહત્વની ભૂમિકા ભજવી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વની દાઓસ તરીકે પણ ઓળખાય છે. વિશ્વના તત્કાલીન નેતા, કોર્પોરેટ લીડર અને વિશ્વ વિભૂતિઓ હાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની નોંધ વિશ્વ લે છે. 2003 થી આરંભાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેવો છે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઇતિહાસ અને વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના વિકાસને કેવી રીતે બદલ્યો એ જાણીએ આ સ્પેશિયલ સ્ટોરીમાં...

પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2003 : ગુજરાતની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં યોજાઇ હતી. જે નવરાત્રી પર્વના સમયે અમદાવાદના સાયન્સ સિટી અને સુરત એમ બે શહેરોમાં યોજાઇ હતી. આ સમિટનો મુખ્ય હેતુ ઔદ્યોગિક રોકાણમાં વૃદ્ધિ, એગ્રો-પ્રોસેસિંગને મહત્વ અને બાયો-ફાર્માના વિકાસનો હતો. તત્કાલિન નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીએ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. મુકેશ અંબાણી સહિત અરુણ શૌરી, રામ નાયક પ્રથમ વાઈબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. સમિટના અંતે 14 અબજ ડોલરના રોકાણની કિંમતના 75 એમઓયુ થયા હતા.

બીજી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2005 : આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2003 બે દિવસ માટે યોજાઇ હતી. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભૌરોસિંહ શેખાવતે તેનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં છ હજાર સહભાગીઓ જોડાયા હતા. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને શશી રૂઇયા જેવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે જ 870 અબજ ડોલરના એમઓયુ થયા હતા. આ વાઈબ્રન્ટ સમિટ ઉત્તરાયણ પર્વ સમયે યોજાઇ હતી. એન્જિનિયરીંગ અને ગેસ સેક્ટરને કેન્દ્રમાં રાખીને આશરે 1060 અબજ રૂપિયાની કિંમતના કુલ 226 એમઓયુ થયા હતા.

ત્રીજી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2007 : પહેલી વાર આ વાઈબ્રન્ટ સમિટમાં શબ્દ પ્રયોજાયો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. 12 અને 13 જાન્યુઆરી 2007 દરમિયાન ત્રીજી વાઈબ્રન્ટ સમિટ યોજાઇ હતી. આ સમિટમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે રેડ કાર્પેટ છે, રેડ ટેપ નથી અને રૂપિયામાં રોકાણ કરો, ડોલરમાં નફો કરો એ વાતથી વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. આ સમિટનો હેતુ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ, સિરામિક, કાપડ, અને હિરા-જવારત ઉદ્યોગના વિકાસનો હતો. ચાર દિવસ ચાલેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ડિસ્કવર્ડથી ઓળખાઇ હતી. આ સમિટમાં કુલ 675 એમઓયુ થયા, જેમાં અંદાજિત રોકાણ 152 અબજ ડોલર સુધીનું હતું.

ચોથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2009 : વર્ષ 2009 ની 12 અને 13 જાન્યુઆરીના રોજ ચોથી વાઈબ્રાન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ સમિટનો હેતુ ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન હતો. આ સમિટમાં કુસ 8,662 એમઓયુ થયા જેનું અંદાજિત મૂડી રોકાણ 243 અબજ ડોલરનું હતુ. કુલ 45 દેશના પ્રતિનિધિઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. રતન ટાટા, કે.વી. કામત, મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, અનિલ અંબાણી, સુનિલ મિત્તલ સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. જાપાન આ સમિટનું પાર્ટનર હતું.

પાંચમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2011 : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12-13 જાન્યુઆરીએ આ પાંચમી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં કુલ 7,936 એમ.ઓ.યુ થયા હતા. જેનું અંદાજિત રોકાણ 462 અબજ ડોલરનું હતું.

છઠ્ઠી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2013 : આ છઠ્ઠી વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગર ખાતે 12 અને 13 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. ગુજરાત સાથે દેશમાં પ્રથમવાર વાઈબ્રન્ટ સમિટ કર્ણાટક રાજ્ય અને કેનેડા, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને મોઝામ્બિક દેશ ખાતે યોજાઇ હતી.

સાતમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2015 : આ સાતમી વાઈબ્રન્ટ સમિટ કુલ ત્રણ દિવસ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદની આ પ્રથમ વાઈબ્રન્ટ સમિટ હતી. જેમાં ગુજરાત અને ભારતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે વિશ્વએ સ્વીકાર્યુ હતું. આ સમિટમાં ગુજરાતના સમાવેશી વિકાસ, ઇનોવેશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, યુવા અને સ્કિલ વિકાસ, નોલેજ શેરીંગની સફળતાઓે વિશ્વ સમક્ષ રજૂ કરાઈ હતી.

ગુજરાત માટે ટર્નિંગ પોઈન્ટ : સાતમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે ગ્લોબલ ટ્રેડ શોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. 110 દેશોના 25 હજાર ડેલિગેટ્સે ભાગ લીધો હતો. અમેરિકાના વિદેશપ્રધાન જહોન કેરી, સયુંક્ત રાષ્ટ્રસંઘ પ્રમુખ બાન કિ મૂન, વિશ્વબેંક પ્રમુખ જિમ યોંગ કિમ સબિત ભુતાનના વડાપ્રઘાન શેરિંગ તોબ્ગેએ હેપિનેસ ઇન્ડેક્ષના પ્રવચને લોકોના દિલ જીત્યા હતા. અમેરિકી વિદેશપ્રધાન જ્હોન કેરીએ હિંદીમાં PM નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને બિરદાવ્યું હતું. તો મુકેશ અંબાણીની ગુજરાત અને ભારતમાં રોકાણની તકને ઐતિહાસિક ગણાવી હતી.

આઠમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2017 : આ સમિટ ગાંધીનગર ખાતે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. આ સમિટમાં ઔદ્યોગિક વિકાસ સાથે સમાવેશી સામાજિક વિકાસ અને ટકાઉ વિકાસના વિચારને કેન્દ્રસ્થાને રખાયો હતો. આ સમિટમાં કુલ 25,578 એમ.ઓ.યુ થયા હતા.

નવમી વાઇબ્રન્ટ સમિટ - 2019 : આ વાઇબ્રન્ટ સમિટ 18 અને 19 જાન્યુઆરી એમ બે દિવસ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ સમિટ દરમિયાન 50 હજાર કરોડનું રોકાણ બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં આવ્યું હતું. આ સમિટમાં યુએઇ, ઉઝબેકિસ્તાન અને મોરક્કો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. આ સમિટમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દેશના પહેલા સીએનજી ટર્મિનલને વિકસાવવા માટે રૂ 560 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ વાઈબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય સમિટમાં સેન્ટ્રલ એશિયાના દેશ ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકાત મિરઝીયોયેવને પ્રથમવાર કી-સ્પીકર તરીકે ઉદ્ધબોધન કર્યું હતું.

  1. Vibrant Gujarat Summit 2022: પૂર્વે યોજાયેલ ત્રિ-દિવસીય પ્રિ-એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કરાયો પ્રારંભ
  2. Vibrant Gujarat 2022: પ્લાસ્ટિક અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવશે ગુજરાત, કલોલ અને સુરેન્દ્રનગરમાં ક્લસ્ટર બનશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.