- રાજ્યમાં વાઇબ્રન્ટ મહોત્સવ 2022ની તૈયારીઓ શરૂ
- રાજ્ય સરકારે બનાવી અલગ અલગ કમિટીઓ
- કમિટીમાં ACS કક્ષાના અધિકારીઓને આપવામાં આવી જવાબદારી
- ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ 2022 જાન્યુઆરી 9થી 11 યોજાશે
ગાંધીનગર : ગુજરાતની વૈશ્વિક ઓળખ(Global identity of Gujarat) એવી ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ વર્ષ 2021માં કોરોનાને કારણે રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જે રીતે કોરોના સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતમાં કોરોનાના કેસ 24 કલાકમાં 15થી 20 કેસ આસપાસ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022ના જાન્યુઆરી 10થી 12 તારીખ વચ્ચે વાઇબ્રન્ટ મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓને વિવિધ કમિટીનું ગઠન પણ કર્યું છે.
કઈ કમિટીનું કરવામાં આવી છે ગઠન
પ્રોગ્રામ કમિટી
એક્ઝિબિશન કમિટી
કોર કમિટી
એક્ઝિક્યુટિવ કમિટી
કાર્યાત્મક કમિટી
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022(Gujarat Vibrant Summit 2022)ના કોર કમિટીની વાત કરવામાં આવે તો ચેરમેનમાં રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ સભ્ય તરીકે નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ, મુખ્ય સચિવ પંકજકુમાર, ત્યારબાદ મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ ગૃહ, ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય સચિવ, અર્બન ડેવલપમેન્ટ નાણા વિભાગ, પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ એગ્રીકલ્ચર વિજ્ઞાન, ટેકનોલોજી વિભાગ બીલ્ડીંગ વિભાગના મુખ્યસચિવો, ઈન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર અને સભ્ય તરીકે કોલ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
92 જેટલા અધિકારીઓને આપવામાં આવી જવાબદારી
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022માં અનેક દેશોના ડેલિગેટ્સ ગુજરાતમાં આવતા હોય છે અને વિશ્વવ્યાપી આયોજન હોય છે. ત્યારે ગુજરાત રાજ્યના 92 જેટલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી વિવિધ કમિટીઓમાં આઈએએસ અધિકારી કક્ષાના 92 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લોકો ઓર્ડર માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાની અધ્યક્ષતામાં બે એડિશનલ ડીજીપી અને બે આઈજીપી સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓના કમિટીની રચના પણ કરવામાં આવી છે.
10 જાન્યુઆરીથી થશે પ્રારંભ
વર્ષ 2021માં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભાના ઈલેક્શન(Assembly elections) પહેલા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ આવે અને વધુમાં વધુ રોકાણ થાય તેમજ બીજી તરફ લોકોને રોજગારી મળે તે માટે વાઈબ્રન્ટ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જે જાન્યુઆરી 10થી 12 સુધી મહાત્મા મંદિર(Mahatma Temple) ખાતે યોજવામાં આવશે. જેને લઇને ગાંધીનગર ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત મહાત્મા મંદિર ખાતે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જે ડીઆરડીઓ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી તે હોસ્પિટલમાંથી હવે સામાન પણ શિફ્ટ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કઇક આવું છે કારણ, સરકારો તમાકુની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકતી?
આ પણ વાંચોઃ આઝાદીના 75 વર્ષ: 'કુમાઉ કેસરી' જેમણે પહાડી લોકોને કુલી-બેગર પ્રથામાંથી અપાવી મુક્તિ