ETV Bharat / state

VGGS 2024: લાઈટિંગથી ઝળહળ્યું પાટનગર, મહાત્મા મંદિરથી વિધાનસભા સુધી સેન્ટ્રલ વિસ્ટા બન્યો સેલ્ફી પોઈન્ટ

રાજ્ય સરકાર વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ કરી રહી છે, જેનો આખરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મહાત્મા મંદિરથી વિધાનસભા સુધી લાઇટિંગથી ગાંધીનગર શણગારવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદથી ગાંધીનગર સુધીના કોબાથી ચ 0 સર્કલ સુધીના હાઇવે અને એસ.જી. હાઈવેને ગાંધીનગર સુધી શણગારવામાં આવ્યા છે.

VGGS 2024 : ગાંધીનગરને લાઈટિંગથી શણગાર્યું, મહાત્મા મંદિરથી વિધાનસભા સુધી લાઇટિંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 7:45 PM IST

Updated : Jan 5, 2024, 10:29 PM IST

રોશનીની ચમકધમક

ગાંધીનગર: 10 જાન્યુઆરી 2024 ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે. જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે.

સેન્ટ્રલ વિસ્ટા રાત્રે બન્યો સેલ્ફી પોઈન્ટ : વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત 2024ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઈટીંગ-લેઝર દ્વારા અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભૂત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે.

GMC દ્વારા લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ : વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટ અંતર્ગત ગાંધીનગરમાં 9 જાન્યુઆરી 2024થી વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે એની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિવાઈબ્રન્ટ મેગા મ્યુઝિકલ કોન્સર્ટ યોજાવાનો છે. મ્યુઝિકલ કોન્સર્ટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે. જેમાં માત્ર બે દિવસમાં જ 35000થી વધારે રજિસ્ટ્રેશન થયેલ છે.

સુરક્ષાને લગતી કામગીરી પણ પૂરજોશમાં : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ સ્થળ ભાગવતકથા ગ્રાઉન્ડમાં સ્ટેજ મંડપ અને સુરક્ષાને લગતી કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. વધુને વધુ લોકો કાર્યક્રમમાં જોડાય એવા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

  1. Vibrant Gujarat Global Summit 2024: સમિટની તૈયારીઓ આખરી ઓપ, GMC દ્વારા વિશેષ આયોજન
  2. Vibrant Gujarat 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટની કરાવશે શરુઆત

Last Updated : Jan 5, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.