ગાંધીનગર: વર્ચ્યુઅલ બેઠક બાબતે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં સંક્રમણ ન થાય અને કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક મહત્વનું પાસું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રધાનોને વર્ચ્યુઅલ સિસ્ટમ ગોઠવીને જ કામ કરવા માટેની સલાહ અને સૂચના આપી હતી. મહેસૂલ વિભાગમાં વધારે અરજદારો આવે છે. આ સાથે જ કામ પણ વધુ હોવાના કારણે વર્ચ્યુઅલ સિસ્ટમ અત્યારના સમય ગાળા દરમ્યાન શ્રેષ્ઠ સિસ્ટમ હોવાના કારણે તે આર્શિવાદરૂપ નિવડી રહી છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-14-kaushik-patel-varchyul-121-execulsive-7204846_28072020145858_2807f_01346_229.jpg)
સોમવાર, મંગળવાર અને બુધવારે અનેક લોકો સચિવાલયની મુલાકાત લેતા હોય છે. મંગળવારે જનતા દિવસ હોવાના કારણે અનેક લોકો રજૂઆત કરવા આવતા હોય છે. આ સિસ્ટમથી કોરોના ફેલાવાનો ભય ઓછો હોય છે. જેથી તમામ અધિકારીઓ અરજદારો અને જે લોકો પણ ઓફિસે મુલાકાત લેવા માટે આવે છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ ચર્ચાઓ કરવામાં આવે છે.
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-14-kaushik-patel-varchyul-121-execulsive-7204846_28072020145851_2807f_01346_886.jpg)