ETV Bharat / state

જુના વાહનો માટે સરકાર કંડમ પોલિસી લાવશે, વાહનોની સંખ્યા મર્યાદિત કરાશે

રાજ્યમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકમાં પણ સતત વધારો માથાના દુખાવા સમાન બની રહ્યો છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કંડમ પોલિસી બાબતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવનારા દિવસોમાં જુના વાહનોને ભંગાર કરવા માટે કંડમ પોલિસી બનાવવામાં આવશે, જ્યારે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા ઘટાડવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં પ્રાયોગિક ધોરણે 80,000થી 1 લાખ જેટલી રીક્ષા મર્યાદિત કરવામાં આવશે.

author img

By

Published : Feb 7, 2020, 2:32 PM IST

Updated : Feb 7, 2020, 11:09 PM IST

જુના વાહનો  માટે સરકાર કંડમ પોલિસી લાવશે, વાહનોની સંખ્યા મર્યાદિત કરાશે
જુના વાહનો માટે સરકાર કંડમ પોલિસી લાવશે, વાહનોની સંખ્યા મર્યાદિત કરાશે

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા કંડમ પોલિસીના અમલીકરણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક એવા વાહનો છે જે 15 વર્ષથી વધુ સમય પહેલાના છે. તે તમામ વાહનોને કંડમ કઇ રીતે કરી શકાય તે બાબતે વધુ ચર્ચા અને પોલિસી નક્કી કરવામાં આવશે.

રાજયમાં કંડમ પોલિસીનું અમલીકરણ થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ફક્ત દિલ્હી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં તેમ 4 જ રાજ્યમાં કંડમ પોલિસી લાગુ કરવામાં આવી છે, ત્યારે જો ગુજરાતમાં કંડમ પોલિસી લાગુ થશે તો ગુજરાત 5મુ રાજ્ય બનશે. આ પોલિસી અંતર્ગત જે વાહનો વય મર્યાદા વટાવી ચુક્યા હોય તેવા તમામ વાહનોને ભંગારમાં જવા દેવામાં આવશે. જેને બદલે સરકાર અથવા તો ઓથોરીટી દ્વારા વળતર ચુકવવામાં આવશે. આમ, જો આ પોલિસી અમલી બનશે તો સરકારી વાહનોના પણ કંડમ કરવામાં આવશે.

મહત્વની બાબત એ પણ છે કે વર્ષ ૧૯૬૦થી અત્યાર સુધી જે પ્રકારે શહેરની રચના થઈ અને મહાનગરો બન્યા તેવામાં રસ્તાઓની ક્ષમતા મુજબ વાહનો કયા પ્રકારે હોવા જોઈએ કેટલા હોવા જોઈએ કેટલા કિલોમીટર બાદ અને કેટલા વર્ષ બાદ વાહનોને કંડમ કરી દેવા જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્ય સરકાર હવે વાહન વ્યવહાર વિભાગમાં અનેક ફેરફારો કરી રહ્યા છે, ત્યારે હવે નવી કંડમ પોલિસીમાં બનશે તો રાજ્યમાં અનેક વાહનો કંડમ થશે, ત્યારે કંડમ પોલિસીમાં 15 વર્ષ જુના વાહનોને કંડમ કરવાનો નિયમ છે. જેને રાજ્ય સરકાર 15 વર્ષને બદલે 18 વર્ષ સુધી કરે તેવી પણ શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.

Intro:approved by panchal sir

ETV EXCLUSIVE

ગાંધીનગર : રાજ્યમાં દિવસે દિવસે વાહનો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ટ્રાફિક માં પણ સતત વધારો માથાના દુખાવા સમાન બની રહ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કંડમ પોલિસી બાબતે એક ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યમાં આવનાર દિવસોમાં જુના વાહનો ને ભંગાર કરવા માટે કંડમ પોલિસી બનાવવામાં આવશે, જ્યારે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા ઘટાડવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે જેમાં પ્રાયોગિક ધોરણે 80,000 થી 1 લાખ જેટલી રીક્ષા મર્યાદિત કરવામાં આવશે.

Body:રાજ્ય સરકાર દ્વારા કંડમ પોલિસીના અમલીકરણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક ઈવા વાહનો છે જે 15 વર્ષ થી વધુ સમય પહેલાના છે તે તમામ વાહનોને કંડમ કઇ રીતે કરી શકાય તે બાબતે વધુ ચર્ચા અને પોલિસી નક્કી કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ફક્ત દિલ્હી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, વે.બંગાળમાં એમ 4 જ રાજ્યમાં કંડમ પોલિસી લાગુ કરવામાં આવી છે ત્યારે જો ગુજરાત માં કંડમ પોલિસી લાગુ થશે તો ગુજરાત 5મુ રાજ્ય બનશે. આ પોલિસી અંતર્ગત જે વાહનો અમુક વય મર્યાદા વટાવી ચુક્યા હોય તેવા તમામ વાહનોને ભંગાર માં જવા દેવામાં આવશે જેને બદલે સરકાર અથવા તો ઓથોરીટી દ્વારા વળતર ચુકવવામાં આવશે. આમ જો આ પોલિસી અમલી બનશે સરકારી વાહનો ના પણ કંડમ કરવામાં આવશે.

Conclusion:મહત્વની બાબત એ પણ છે કે વર્ષ ૧૯૬૦ થી અત્યાર સુધી જે પ્રકારે શહેરની રચના થઈ અને મહાનગરો બન્યા એવામાં રસ્તાઓની ક્ષમતા મુજબ વાહનો કયા પ્રકારે હોવા જોઈએ કેટલા હોવા જોઈએ કેટલા કિલોમીટર બાદ અને કેટલા વર્ષ બાદ વાહનોને કંડમ કરી દેવા જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હવે વાહન વ્યવહાર વિભાગમાં અનેક ફેરફારો કરી રહ્યા છે ત્યારે હવે નવી કંડમ પોલિસી માં બનશે તો રાજ્યમાં અનેક વાહનો કંડમ થશે, ત્યારે કંડમ પોલિસીમાં 15 વર્ષ જુના વાહનોને કંડમ કરવાનો નિયમ છે ત્યારે રાજ્ય સરકાર 15 વર્ષ ને બદલે 18 વર્ષ સુધી કરે તેવી પણ શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.

Last Updated : Feb 7, 2020, 11:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.