ETV Bharat / state

ચાયનીઝ દોરી, ટુક્કલ વેચી કે ખરીદી તો ખેર નથી!!! વેપારી અને ગ્રાહક બંને ગુનેગાર ગણાશે - બંને ગુનેગાર

ઉતરાયણનો તહેવાર નજીક જ છે ત્યારે પતંગના શોખીનો અત્યારથી જ પતંગ ચકાવતા જોવા મળે છે. જેમાં ચાયનીઝ દોરીથી લોહી લુહાણ થવાની અને જીવ ગુમાવ્યાની અનેક ઘટનાઓ બને છે. તેથી રાજ્ય સરકારે ચાયનીઝ દોરી પર પ્રતિબંધ લાદી દીધો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Utarayan Kite Flying Chinese String Too Many Accident

ચાયનીઝ દોરી, ટુક્કલ વેચી કે ખરીદી તો ખેર નથી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 9:23 PM IST

ચાયનીઝ દોરીના વેપારી અને ગ્રાહક બંને ગુનેગાર ગણાશે

ગાંધીનગરઃ ઉતરાયણમાં પતંગ ચકાવવાનો આનંદ જ અનેરો છે, પણ આ પતંગ ચકાવવાના શોખને લીધે કોઈક ઘાયલ થાય અથવા જીવ ગુમાવે તે વ્યાજબી નથી. ઉતરાયણ દરમિયાન ચાયનીઝ દોરી(માંજા)થી માણસો, પશુ-પક્ષી ઘાયલ થાય તેવા અનેક બનાવો બનતા હોય છે. અનેક કિસ્સાઓમાં તો માણસોએ જીવ પણ ગુમાવ્યો પડતો હોય છે. તેથી રાજ્ય સરકારે ચાયનીઝ દોરી પર પ્રતિબંધ લગાડી દીધો છે.

ખરીદનાર પણ ગુનેગારઃ રાજ્ય સરકાર દર વર્ષે ચાયનીઝ દોરીના વેપાર પર પ્રતિબંધ લગાડે છે. આ વર્ષે પણ ગૃહ પ્રધાને જાહેરમાં નિવેદન આપીને ચાયનીઝ દોરીના વેપાર, વપરાશ પર પ્રતિબંધ લગાડ્યો છે. તેમણે ચાયનીઝ દોરીને વેચતા જ નહિ પણ ખરીદનાર પણ ગુનેગાર ગણાશે તેવું કહ્યું છે. ચાયનીઝ દોરીને લીધે અબાલ વૃદ્ધ અનેક વાર ઘાયલ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો મહામૂલી માનવ જિંદગી પણ હોમાઈ જાય છે. અનેક પરિવારના એકના એક આધાર પણ છીનવાઈ જતા હોય છે. તેથી જ રાજ્ય સરકારે ચાયનીઝ દોરીના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાડી દીધો છે.

ચાયનીઝ દોરીના વેચાણની માહિતી આપવા અપીલઃ ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેર જનતાને એક અપીલ પણ કરી છે. હર્ષ સંઘવીએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપની આસપાસ ક્યાંય પણ ચાયનીઝ દોરીની ખરીદ વેચાણ ચાલતી હોય તો ઓથોરિટીને જાણ કરે. જેનાથી ચાયનીઝ દોરીનું વેચાણ અટકાવી શકાય અને તેનાથી થતા અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય.

દર વર્ષે ઉતરાયણ તહેવારમાં ચાયનીઝ દોરીથી અનેક લોકો ઘવાય છે, અનેક લોકો જીવ પણ ગુમાવે છે. તેથી રાજ્ય સરકારે ચાયનીઝ દોરી પર પ્રતિબંધ લાદી દીધો છે. ચાયનીઝ દોરી વેચનાર અને ખરીદનાર બંને ગુનેગાર ગણાશે. આપની આસપાસ ચાયનીઝ દોરીનો વેપાર ચાલતો હોય તો ઓથોરિટીને જાણ કરવા અપીલ કરુ છું...હર્ષ સંઘવી(ગૃહ પ્રધાન)

Uttarayan 2022 Gujarat: ભુજમાં પતંગ અને ફીરકીએ જમાવ્યું આકર્ષણ, વેપારીઓને વેપાર વધવાની આશા

અહીં ચાઈનીઝ તુક્કલ દોરી, ચાઈનીઝ લોન્ચર અને લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ, અન્ય હુકમો પણ જૂઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.