- નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે ગુજરાતની મુલાકાતે
- નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે ગાંધીનગર ખાતે મીટીંગમાં રહ્યા ઉપસ્થિત
- ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસના વિકાસ અને વૃદ્ધિ મુદ્દે ચર્ચા
ગાંધીનગરઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી(Gift City)માં તેઓ ખાસ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા છે, જેમાં તેમની અધ્યક્ષતામાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટરના વિકાસ અને વૃદ્ધિના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન નાણામંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના 7 અલગ-અલગ સચિવોની ટીમ ચર્ચામાં જોડાયા હતા. તો બીજી તરફ રાજ્ય સરકારના પ્રધાનો પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે.
આત્મનિર્ભર ભારતને આગળ વધારવાની દિશામાં ચર્ચા
ભારતીય કોર્પોરેટ માટે વૈશ્વિક નાણાકીય સેવાના પ્રવેશદ્વાર તરીકે GIFT-IFSCની ભૂમિકા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાની ભારત તરફ આકર્ષિત કરવા અને ફિનટેક વૈશ્વિક હબ તરીકે વૃદ્ધિ જેવા ત્રણ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.આ દરમિયાન કેન્દ્રીય નાણાપ્રધાન GIFT સિટી ખાતે મુખ્ય માળખાકીય સુવિધાઓની પણ મુલાકાત લેવાના છે સાથે સાથે IFSCમાં હાજરી ધરાવતા વિવિધ હિતધારકો અને એકમો સાથે પણ વાર્તાલાપ કરી રહ્યા છે.
આત્મનિર્ભર ભારતની ભાવનાને આગળ વધારવામાં આવશે
આ મુલાકાત GIFT-IFSCને ભારતના પ્રીમિયમ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવા, ભારતમાં અને બહાર વૈશ્વિક નાણાકીય પ્રવાહ માટે પ્રબળ ગેટવે તરીકે ભારત સરકારની પ્રતિબદ્ધતા અને રેખાંકિત કરે છે. આ ચર્ચાથી GIFT-IFSCના ઝડપી વિકાસ માટે વિચારો અને વ્યૂહરચનાઓને સાથે લાવવામાં આવશે, આ સાથે આત્મનિર્ભર ભારતની ભાવનાને આગળ વધારવામાં પણ આવશે.
આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ
આ પણ વાંચોઃ કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ