ગાંધીનગર : ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાને મળવા માટે સવારે ભાજપના પૂર્વ સાંસદ સભ્ય ભરતસિંહ પરમાર મનાવવા માટે દોડી આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ પણ પિતા પુત્રને મળવા આવ્યા હતા, પરંતુ આ બંને ધારાસભ્યોને મળ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાને સપોર્ટ કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, તેની સામે હજુ સુધી બંને ધારાસભ્યો મીડિયા સામે આવ્યા નથી તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
રાજ્યસભા ચૂંટણીમાં BTP મગનું નામ મરી પાડતું નથી રાજ્યસભા ચૂંટણીમાં BTP મગનું નામ મરી પાડતું નથી મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ભાજપને મત આપવામાં આવ્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે જીગ્નેશ મેવાણી કોંગ્રેસને મત આપે છે. તેવા સમયે ભાજપના ત્રીજા ઉમેદવાર અને કોંગ્રેસના બીજા નંબરના ઉમેદવારને વિજય બનવા માટે બીટીપીના મતની જરૂર પડે તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેઓ ગાંધીનગર શહેરના સેક્ટર-1મા આવેલા પોતાના નિવાસસ્થાને જ જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બંને ધારાસભ્યો મતદાન મથક સુધી પહોંચે છે કે તેમનો વિરોધ બંને પાર્ટી માટે દર્શાવે છે.