ETV Bharat / state

ગાંધીનગર: આયુષ્યમાન ભારતની ઉજવણી, કોંગ્રેસના બે ધારાસભ્ય રહ્યા હાજર - gujarati news

ગાંધીનગરઃ રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધેલા લાભાર્થીઓ અને ગાંધીનગર ઉત્તર કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી જે ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજા પણ હાજર રહ્યા હતા.

ફાઈલ ફોટો
author img

By

Published : Sep 23, 2019, 8:23 PM IST

રાજ્યમાં કોંગ્રેસ સરકાર તૂટી રહી છે, ત્યારે અચાનક સમાચાર સામે આવી રહ્યા છે કે, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બીજી વખત ગુજરાતની ભાજપ સરકારના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. સરકારની યોજનાઓ અને કાર્યશૈલીથી અંજાઈ ગયા હોય તેમ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું છે કે, મારા વિસ્તારમાં સરકારની યોજનાઓ યોગ્ય રીતે અમલ થાય તે માટે સરકાર સાથે સંકલન થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું હોવાથી હું આ કાર્યક્રમ આવ્યો હતો.

ગાંધીનગરમાં આયુષ્યમાન ભારતની ઉજવણી કરાઈ

ગાંધીનગર ઉત્તર બેઠકના કોંગી ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડા કહ્યું હતું કે, સરકારની ત્રુટિ હોય ત્યાં અમારે ધ્યાન દોરવાનું હોય. આ કાર્યક્રમમાં આવવાથી તેની બધી જ માહિતી મળી શકે છે. ભાજપમાં જોડાવાની વાત બિલકુલ સાચી નથી. વધુમાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ સારા પ્રચાર-પ્રસારક છે. ત્યારે તેમને જોવા માટે જંગી મેદની ઉમટી પડે તેમાં કોઈ નવાઈ નથી.

Intro:હેડલાઈન) આયુષ્યમાન ભારતની ઉજવણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય હાજર

ગાંધીનગર,

રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આવેલા ઓડિટોરિયમ હોલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધેલ લાભાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર ઉત્તર કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી જે ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પછી જાડેજા હાજર રહ્યા હતા.Body:રાજ્યમાં કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે આચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બીજી વખત ગુજરાતની ભાજપ સરકારના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. તેમની સાથે ગાંધીનગર ઉત્તર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.સી જે ચાવડા પણ હાજર રહ્યા હતા. સરકારની યોજનાઓ અને કાર્યશૈલીથી અંજાઈ ગયા હોય. પ્રદ્યુમનસિંહ જાડેજા એ કહ્યું છે મારા વિસ્તારમાં સરકારની યોજનાઓ યોગ્ય રીતે અમલ થાય તે માટે સરકાર સાથે સંકલન થવું જરૂરી છે. મને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેને લઈને આજે સરકારના કાર્યક્રમ આવ્યો હતો.Conclusion:ગાંધીનગર ઉત્તર બેઠકના કોંગી ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડા કહ્યું કે, સરકારની ત્રુટિ હોય ત્યાં તેનું ધ્યાન દોરવાનું હોય. કાર્યક્રમમાં જવાથી તેની માહિતી મળી શકે છે ભાજપમાં જોડાવાની વાત બિલકુલ નથી. પ્રથમ વખત સી જે ચાવડા સરકારના કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તેવો કિસ્સો બન્યો હતો નરેન્દ્ર મોદી ખૂબ સારા પ્રચાર-પ્રસાર જ છે, ત્યારે તેમને જોવા માટે જંગી મેદની ઉમટી પડે તેમાં કોઈ નવાઈ નથી.

બાઈટ

ડોક્ટર સી.જે.ચાવડા ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર વાદળી કલરનો શર્ટ પહેર્યું છે તે

પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.