ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં ચૂંટાયેલા નવા ધારાસભ્યો માટે પ્રશિક્ષણ વર્ગની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ધારાસભ્ય પ્રશિક્ષણ શિબિરમાં સાંસદ, વિધાનસભા અને બંધારણના નૈતિક મૂલ્ય જેવા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર કાર્યક્રમ મુદ્દે ETV સાથે ખાસ વાતચીત કરી હતી.
કેવું છે આયોજન ? : આ બાબતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર નવા ધારાસભ્ય નહીં પરંતુ જે જુના ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને બે દિવસ આ પ્રક્રિયા શરૂ રહેશે. આ બે દિવસમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા 10 અલગ અલગ વિષય ઉપર સેશન ગોઠવવામાં આવ્યું છે. જનપ્રતિનિધિઓના પોતાના વ્યક્તિત્વ વિકાસ માટેનું પણ એક સેશન તથા બંધારણના હક અને ફરજ તથા પોતાનું કર્તવ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. સંસદીય પ્રણાલીઓ અને કાર્ય પદ્ધતિ એમ મળીને કુલ 10 જેટલા અલગ અલગ વિષયો ઉપર સંવાદ થશે, જ્યારે પ્રતિ સેશન 45 મિનિટનું રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો ગુજરાત વિધાનસભામાં શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા રહેશે હાજર : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહની અંદર તમામ ધારાસભ્યો આ ઉપરાંત લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહેશે. તેમની સાથે સંસદ સભ્યો પણ હાજર રહેશે અને પૂર્વ અધ્યક્ષો પણ આ સેશનના હાજર રહેશે. સાથે જ રાજકીય પાર્ટીના અલગ અલગ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓ પણ આ કાર્યવાહીને જોઈ શકે અને સહભાગી થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ 10 જેટલા સત્રમાં તમામ વિષયો અને સેશનમાં અધ્યક્ષ અલગ અલગ રહેશે અને તમામ પાર્ટીઓમાંથી અલગ અલગ અધ્યક્ષ તરીકેની નિમણૂક પણ કરવામાં આવી છે.
છેલ્લા દિવસે રાજ્યપાલ સમાપનના કાર્યક્રમમાં હાજરી આપશે : આ સેશનમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા સહિત 10થી વધુ સાંસદ સભ્યો પણ હાજર રહેશે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આર્થિક સલાહકાર હસમુખ અઢિયા અને જીપીએસસીના પૂર્વ ચેરમેન ડોક્ટર દિનેશ દાસા પણ સત્રમાં ભાગ લેશે. જ્યારે પ્રજાના પ્રશ્નોથી ધારાસભ્ય માનસિક ચિંતામાં હોય તેથી ખાસ કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પણ ચર્ચા કરવામાં આવશે. આમ મનસુખ માંડવીયા, સુશીલકુમાર મોદી, પ્રહલાદસિંહ પટેલ, વિનય કુમાર મોહન, ડોક્ટર હસમુખ અઢિયા, ડોક્ટર દિનેશ દાસા, સુનિલકુમારસિંહ, સચિન ચતુર્વેદી સોવન કુમાર ગાંગુલી, જયરાજ પંડ્યા, માનસી ગુબી જેવા લોકો પણ વિધાનસભા ગૃહમાં હાજર રહેશે.
આ પણ વાંચો Gujarat Cabinet: કેબિનેટ બેઠક મંગળવારે યોજાશે, પેપર લૉ બિલ, બજેટ સત્ર બાબતે થશે ચર્ચા
સેશનથી શું થશે ફાયદો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી ધારાસભ્યોને ફાયદો થશે. વ્યક્તિત્વ વિકાસ જેટલો ફાયદો ધારાસભ્યને થશે તેટલો જ પ્રજાનો ફાયદો થવાનો છે. જેટલા અપડેટ ધારાસભ્ય થશે એટલું જ પ્રજાને ફાયદો થશે. જેટલી સ્કેલ કામ કરવા માટેની ધારાસભ્યને ફાયદો થશે એટલો વિસ્તારને પ્રજાને ફાયદો થશે. એક એક પ્રશ્નને કઈ રીતે ક્યાં પૂછવું ક્યાં એનો ઉકેલ હોઈ શકે તેની પદ્ધતિ શું હોઈ શકે અને બંધારણીય સંસ્થાઓ જેટલી મજબૂત થશે, એટલું જ પ્રજાને વધારે ફાયદો થશે. એટલે સંવિધાનિક સંસ્થાઓનું મહત્વ અને પ્રોડક્શન જેટલું કરીશું એટલું પ્રજાની જવાબદારી વધારે આપણે સુનિશ્ચિત કરી શકીએ. જ્યારે સરકાર, બ્યુરોક્રેસીમાં સરળતાથી પ્રશ્નોના ઉકેલ કેવી રીતે લાવી શકાય તે બાબતે ધારાસભ્યો પ્રશિક્ષણ આપવામાં આવશે.